વિરોધ:પાલનપુરમાં યુથ કોંગ્રેસ દ્વારા રેલી કાઢી વિરોધ પ્રદર્શન કર્યું, રોજગાર કચેરી ઘેરી

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજ્ય સરકારના રોજગારીના આંકડા ખોટા હોવાના યુથ કોંગ્રેસ દ્વારા આક્ષેપો

પાલનપુરમાં મંગળવારે યુથ કોંગ્રેસે કલેક્ટર કચેરી બહારથી રેલી યોજી રોજગાર કચેરીનો ઘેરાવો કર્યો. તેમજ રાજ્ય સરકારના રોજગારીના આંકડા ખોટા હોવાના યુથ કોંગ્રેસ દ્વારા આક્ષેપો કરાયા હતા. રાજ્યની તમામ શ્રમ અને રોજગાર કચેરી ખાતે રોજગારી મામલે કચેરીનો ઘેરાવો કરવાના કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે.

મંગળવારે બનાસકાંઠા રોજગાર કચેરી ખાતે આજરોજ યુથ કૉંગેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા કલેકટર કચેરી બહારથી રેલી યોજી સરકાર વિરુદ્ધ નારા તેમજ સૂત્રોચાર કર્યા હતા ત્યારબાદ રેલી યોજી રોજગાર અધિકારીનો ઘેરાવો કરી અને બનાસકાંઠા જિલ્લામાં કેટલા લોકોને રોજગારી આપવામાં આવી છે તે અંગે પ્રશ્નોતરી કરવામા આવી હતી અને સરકાર દ્વારા જે રોજગારીના આંકડા આપવા આવી રહ્યા છે તે તદ્દન ખોટા હોવાના યુથ કૉંગેસના આગેવાનો દ્વારા આક્ષેપો કરવામા આવ્યા હતા.

આ બાબતે રોજગાર કચેરીના અધિકારી એચ.એચ.ગઢવીએ જણાવ્યું હતું કે આજે કોંગેસનું યુથ ડેલીગેશન રજુઆત કરવા આવ્યું હતું તેમજ નોંધણી અને રોજગારીની ચર્ચા કરવામાં આવી હતી હાલમાં એપ્રિલના અંતે 10338 રજીસ્ટર છે.

અન્ય સમાચારો પણ છે...