ચોરીનો પ્રયાસ:ગણેશપુરાની વૃંદાવન સોસા.ના મકાનમાં ઘૂસેલા તસ્કરોએ યુવાન પર હુમલો કર્યો

પાલનપુર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બનાસ ડેરીમાંથી નિવૃત્ત થયેલા કર્મચારીના મકાનને નિશાન બનાવ્યું
  • યુવક પર હથિયાર વડે હુમલો કરીને ઘાયલ કર્યો, પોલીસને જાણ કરાઈ

પાલનપુરના ગણેશપુરા વિસ્તારના વૃંદાવન સોસાયટીમાં બંધ ઘરમાં ચોરીનો પ્રયાસ થયો હતો.ચોરોને પડકારતા સ્થાનિક યુવક પર ચોરોએ હથિયાર વડે હુમલો કરીને ઘાયલ કરી દીધો હતો, ઘાયલને સારવાર માટે ખસેડાયો છે સમગ્ર મામલે મકાન માલિકે પૂર્વ પોલીસને જાણ કરી છે.

બનાસ ડેરીમાંથી નિવૃત્ત થયેલા પ્રેયસ મજુમદાર અમદાવાદ રહે છે જેમનું પાલનપુરમાં ગણેશપુરા વૃંદાવન સોસાયટીના મકાન આવેલું છે જ્યાં 7 તારીખે બાઈક પર આવેલા ત્રણ શખ્સોએ દરવાજાનું તાળુ તોડી તિજોરી તોડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તિજોરી ન ખુલતા ભાગવા જતા પાડોશમાં રહેતા ગૌતમ પ્રજાપતિએ તેમને પડકાર્યા હતા જેથી ચોરોએ ગૌતમભાઈ ના કપાળ ઉપર હુમલો કર્યો હતો અને લોહી-લોહાણ કર્યા હતા આથી તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડાયા હતા મકાન માલિક પ્રેયસ મજુમદારે આ અંગે પૂર્વ પોલીસ મથકે અરજી આપી કાયદેસર કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...