પાલનપુર-ડીસા હાઇવે પર આવેલ પાર્ટી પ્લોટ ખાતે બ્રહ્મ સમાજનો યજ્ઞોપવિતનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 24 બટુકોએ યજ્ઞોપવિત ધારણ કર્યા હતા. જેમાં ગણેશ સ્થાપના, ગ્રહ શાંતિ, ઉપવન સંસ્કાર વિધિ, દાતાનો સત્કાર તેમજ ઋણ સ્વીકાર કાર્યક્રમ, ભોજન તેમજ રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના લોકો હાજર રહ્યા હતા.
પાલનપુર પાંત્રીસી ઔદિચ્ય સહસ્ત્ર બ્રહ્મ સમાજ યુવક મંડળ સંચાલિત બ્રહ્મસેવા સમાજ ટ્રસ્ટ દ્વારા સમુહ ઉપનયન સંસ્કાર 2022નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં બ્રહ્મ સમાજના 24 બટુકોએ યજ્ઞો પવિત ધારણ કરી હતી. જેમાં ગણેશ સ્થાપના, ગ્રહ શાંતિ, ઉપવન સંસ્કાર વિધિ, દાતાનો સત્કાર તેમજ ઋણ સ્વીકાર કાર્યક્રમ, ભોજન તેમજ રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યુ હતું.
આ પ્રસંગે મગરવાડા માણિભદ્રવીર ગાદિપતિ યતિ વિજયસોમજી મહારાજ, સમાજના પ્રમુખ શંકરભાઈ રાવલ, યુવક મંડળ પ્રમુખ અલ્પેશ જોષી, મંત્રી સાવન દવે સહિત સમાજના આગેવાનો તેમજ સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહી બટુકોને આશિર્વાદ આપ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.