ઋષિ પાંચમની પૂજા:ઈકબાલગઢ વિશ્વેશ્વર પાસે નદીમાં સ્નાન કરી મહિલાઓએ સપ્ત ઋષિઓની પૂજા કરી

બનાસકાંઠા (પાલનપુર)એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બનાસ નદીના કિનારે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા

ઋષિ પાંચમની પૂજા કરવા માટે ઇકબાલગઢ પાસે આવેલા પાંડવો દ્વારા સ્થાપિત પૌરાણિક વિશ્વેશ્વર મંદિર પાસે બનાસ નદીમાં મોટી સંખ્યામાં મહિલાઓ ભક્તગણ વિશ્વેશ્વર નદીમાં સ્નાન કરી સપ્ત ઋષિઓની પૂજા કરી આશીર્વાદ મેળવ્યા હતા.

હિન્દુ ધર્મમાં ઋષિ પાંચમની પૂજાનું અલગ મહત્વ હોય છે. આ દિવસે મહિલાઓ વહેતા પાણીમાં સ્નાન કરી સપ્ત ઋષિઓની પૂજાવિધિ પુજા કરી ભૂલથી થયેલા પાપોથી મુક્ત થાય છે અને આ દિવસે મહિલાઓ ઉપવાસ કરે છે અને ફક્ત ફળાહારમાં સામો જ લે છે. માટે આ પાંચમને સામાં પાંચમ પણ કહેવાય છે. ધાર્મિક ગ્રંથો મુજબ ઋષિ પાંચમના દિવસે મહિલાઓ નદી કિનારે સપ્ત ઋષિઓની માટી કે પથ્થરની પ્રતિમાઓ સ્થાપી તેની વિધિવત પૂજા કરે છે. ઋષિ પાંચમના દિવસે નદી કિનારે પૂજા કરવાનું મહત્વ વધારે હોય છે. આથી બનાસકાંઠા જિલ્લાના ઈકબાલગઢ બનાસ નદીમાં દર વર્ષે દૂર દૂરથી મહિલાઓ મોટા પ્રમાણમાં આવે છે અને બનાસ નદીના પવિત્ર જળ માં સ્નાન કરી વિધિવત પૂજા કરે છે.

અન્ય સમાચારો પણ છે...