ડોક્ટર બનવાનું સપનું થશે સાકાર:થરાદના ગરીબ પરિવારની દીકરીને ટ્રસ્ટ ડોક્ટર બનાવશે, પ્રોત્સાહનરૂપે 21 હજારની મદદ કરી; દિવ્ય ભાસ્કરના અહેવાલ બાદ મદદનું ઘોડાપૂર આવ્યું

થરાદ3 મહિનો પહેલા
  • ગવર્નમેન્ટ કોલેજમાં એડમિશન ન મળે તો પ્રાઇવેટ કોલેજમાં પણ ભણાવવા ટ્રસ્ટ તૈયાર
  • દિવ્ય ભાસ્કર ડિજિટલમાં 12 જૂનના રોજ અહેવાલ પ્રસિદ્ધ થયો હતો

થરાદ (બનાસકાંઠા)ના એક ગરીબ પરિવારની દીકરીને મેડિકલમાં અભ્યાસ માટે આર્થિક પરિસ્થિતિ સરખી ન હોવાનું જાણ્યા બાદ દિવ્યભાસ્કરની ટીમે દીકરીને મદદ કરવાની ઝુંબેશ હાથ ધરી હતી. અહેવાલ બાદ દીકરીને ભણાવવા દેશમાં જ નહીં પણ વિદેશથી પણ મદદ આવવાની શરુ થઈ ગઈ છે. ત્યારે રાજકોટના ચાણક્ય ફાઉન્ડેશન એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટે આ દીકરીને ડોક્ટર બનાવવાની સંપૂર્ણ જવાબદારી લીધી છે. એટલે કે હવે દીકરીના અભ્યાસનો ખર્ચ ટ્રસ્ટ ઉઠાવશે અને દીકરીનું ડોક્ટર બનવાનું સ્વપ્ન સાકાર થશે.

ટ્રસ્ટે દીકરીના ઘરે જઈને તેને મદદ પૂરી પાડવાનું આશ્વાસન આપ્યું હતું.
ટ્રસ્ટે દીકરીના ઘરે જઈને તેને મદદ પૂરી પાડવાનું આશ્વાસન આપ્યું હતું.

દીકરીનું સ્વપ્ન અધૂરું ન રહી જાય એ માટે મદદ
પોલીસ બેઇઝેડ સ્પોટેડ સેન્ટર થરાદના કાઉન્સેલર રેખાબેન પરમારની મદદ સાથે રાજકોટથી થરાદના હડિયોલ પરિવારની મુલાકાતે ટિમ પહોંચી ત્યારે જાણવા મળ્યું કે હડિયોલ ફેમિલીની એક દીકરી સંગીતા કે જેને ધોરણ 12 (સાયન્સ)માં 76.92% આવેલા છે અને છતાં પણ આર્થિક પરિસ્થિતિના કારણે આજે આ તેજસ્વી વિદ્યાર્થીની સંગીતા હડિયોલનું સપનું અધૂરું રહી જતું હોય એવું લાગ્યું.

ટ્રસ્ટે 21 હજાર રુપિયાનો ચેક સંગીતાને આપ્યો હતો.
ટ્રસ્ટે 21 હજાર રુપિયાનો ચેક સંગીતાને આપ્યો હતો.
સંગીતાએ 12 સાયન્સમાં 76.92% મેળવ્યા છે.
સંગીતાએ 12 સાયન્સમાં 76.92% મેળવ્યા છે.

તેજસ્વી વિદ્યાર્થી શિક્ષણથી વંચિત ન રહેવા જોઈએ- ટ્રસ્ટ
શ્રી ચાણક્ય ફાઉન્ડેશન રાજકોટ એવો વિચાર કરેલો કે જે વિદ્યાર્થી આર્થિક પરિસ્થિતિને હિસાબે શિક્ષણથી વંચિત રહેતા હોય તેવા બાળકોને ટ્રસ્ટ એક મીડિયેટર બનીને બાળકોનાં સપનાં પુરા કરવામાં મદદ કરશે. જેથી સંગીતાબેનને ચાણક્ય ફાઉન્ડેશને ખાતરી આપી કે તેમનું ડોક્ટર બનવાનું સપનું ટ્રસ્ટ પૂરું કરશે અને આજરોજ હાલ પૂરતો આર્થિક સહાયનો એક ચેક પણ આપેલો છે. ઉલ્લેખનીય છે કે જો દીકરીને ગવર્નમેન્ટ કોલેજમાં એડમિશન ન મળે તો ટ્રસ્ટ પ્રાઈવેટ કોલેજમાં પણ દીકરીને ભણાવશે.

ઘરની સ્થિતિ જોઈને આર્થિક પરિસ્થિતિનો ખ્યાલ આવે છે.
ઘરની સ્થિતિ જોઈને આર્થિક પરિસ્થિતિનો ખ્યાલ આવે છે.

આ રીતે તમે પણ ટ્રસ્ટને દાન કરી શકો છો
શ્રી ચાણક્ય ફાઉન્ડેશન એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટની એપ્લિકેશન છે. ચાણક્ય ફાઉન્ડેશન નામની જે ગુજરાતના ગમે તે ખૂણેથી મોબાઇલમાંથી પ્લે સ્ટોર માંથી ડાઉનલોડ કરાવીને અમને જણાવી શકશે. જેથી ગુજરાતનો કોઈપણ વિદ્યાર્થી આર્થિક સહાયને લીધે શિક્ષણથી વંચિત ના રહે.

સંગીતા અને તેનો પરિવાર.
સંગીતા અને તેનો પરિવાર.
અન્ય સમાચારો પણ છે...