ગીધોની વસ્તી ગણતરી:બનાસકાંઠામાં સફેદ પૂંછવાળા, લાંબી અને પાતળી ગરદનવાળા ગીધ લુપ્ત થવાના આરે

પાલનપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

બનાસકાંઠાની જુદી જુદી વાઈલ્ડ લાઇફમાં સેન્ચ્યુરી એરિયા, તેમજ જ્યાં વર્ષોથી પશુઓના મૃતદેહોનો નિકાલ કરવામાં આવે છે તેવા સ્થળોએ બે દિવસ ગીધોની વસ્તી ગણતરી કરવામાં આવી હતી. વન વિભાગના જુદા જુદા સ્ટાફ દ્વારા ગણતરી કરવામાં આવી હતી. જોકે બનાસકાંઠા જિલ્લામાં સફેદ પૂંછવાળા, લાંબી ગરદનવાળા અને પાતળી ગરદનવાળા ગીધ લુપ્ત થવાના આરે હોવાનું સૂત્ર એ જણાવ્યું હતું.

ગીધ પક્ષીની ગણતરી દર બે વર્ષે કરવામાં આવતી હોય છે. ગીધની વસતી ઘટવાનું મુખ્ય કારણ એગ્રીકલ્ચરમાં વધતા પેસ્ટ્રીસાઇડ છે. ગુજરાતમાં ગીધની વસતીમાં 2018ના વર્ષમાં મોટો ઘટાડો નોંધાયો હતો. પશુઓને દુ:ખાવામાં રાહત આપતી દવા ડાઈક્લોફેનિક ગીધોની સંખ્યા ઘટવા માટે જવાબદાર છે પરંતુ હવે નવી દવા મેલોક્સિકેમ આવી ગઈ છે, જે ગીધો માટે હાનિકારક નથી. ગીધને બચાવવા માટે વલ્ચર કંજર્વેશન બ્રીંડિંગ સેન્ટર બનાવવામાં આવ્યા છે. ગુજરાતના જૂનાગઢમાં તેનું કેન્દ્ર કાર્યરત છે.

અન્ય સમાચારો પણ છે...