દિયોદરના વાતમ જુના ગામે વીજલાઈનની કામગીરી દરમ્યાન ગામના બે શખ્સોએ મોબાઈલમાં વિડિયો ઉતારે તેમ કહી મારામારી કરતા જેટકોના સુપરવાઇઝર બે નામ જોગ તેમજ એક અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધાવ્યો હતો. દિયોદરના વાતમ જુના ગામે જેટકો કંપનીના સુપરવાઇઝર હર્મિલકુમાર પટેલ 66 કેવી વીજ લાઈનનું કામ ચાલી રહ્યું હતું ત્યાં હાજર હત. દરમિયાન હિંમતસિંહ વાઘેલા આવી કહેવા લાગ્યો કે તમારું વીજળીના થાંભલા નું કામ બંધ કરી દો અને તમારા સામાનમાંથી દોરડું આપો.
સુપરવાઇઝરને કહ્યું કે આ રસી અમારી નથી પરંતુ અમારી કંપની નો માલ સામાન હોય જેથી આપવાની ના કહેતા હિંમતથી કહેવા લાગેલા કે આજ પછી અમારા ગામમાં કામ કરવા આવતા નહીં તે જ વખતે સુપરવાઇઝર ના મોબાઇલની સ્ક્રીન ઉપર આવેલ દરમિયાન અવાજથી હિંમતસિંહ કે પપ્પા આ ફોનમાં રેકોર્ડિંગ કરે છે તેમ કહી હાથમાંથી મોબાઇલ ઝૂંટવી લીધી તેમજ મોબાઈલમાં પાસવર્ડ પૂછતા નહીં તેમજ ઉશ્કેરાઇ ગઇ કહેવા લાગ્યો કે હું જોઉં છું કે તું કેવો પાસવર્ડ તું મને નથી આપતો તેઓ કહી અપશબ્દો બોલવા લાગે તેમ કહી અપશબ્દો ત્યારબાદ બુમાબુમ થતા નાશીને જતા રહેલ ત્યારબાદ જેટકોના સુપરવાઈઝરે હર્મિલકુમાર મુકેશભાઇ પટેલે દિયોદર પોલીસ મથકે હિંમતસિંહ પદમસિંહ વાઘેલા, રવીન્દ્રસિંહ હિંમતસિંહ વાઘેલા અને અન્ય અજાણ્યાં શખ્સ સામે ગુનો નોંધાવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.