કામગીરી:ધનિયાણા માર્ગ ઉપર ચાલતાં હવે છાલા નહીં પડે, પાકો રોડ બનાવવાનું કામ શરૂ

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દિવ્ય ભાસ્કરના અહેવાલ બાદ તંત્ર દ્વારા ત્વરિત કામગીરી હાથ ધરાઈ

પાલનપુરથી જલોત્રા વાયા ધનિયાણા માર્ગ ઉપર મોતીપુરાથી આગળ તંત્ર દ્વારા માર્ગનો ઢાળ ઉતાર્યા પાછી માર્ગ પાકો ન કરવામાં આવતાં ભાદરવી પૂનમના મેળામાં ચાલીને જનારા માઇભક્તોની મુશ્કેલીઓ વધી જશે. દિવ્ય ભાસ્કરના આ અહેવાલ બાદ તંત્ર દ્વારા ત્વરિત ડામરરોડ બનાવવાનું કામ શરૂ કરવામાં આવતાં લોકોમાં આનંદની લાગણી પ્રસરી છે.

પાલનપુરથી વાયા જલોત્રા જવા માટે ધનિયાણા ચોકડીથી મોતીપુરા, આંબેથા, ધનિયાણા, ભાગળ, વાસણ, ધાણધા અને માણકા માર્ગ પસાર થાય છે. જ્યાં તંત્ર દ્વારા મોતીપુરાથી આગળ એક માસ અગાઉ રસ્તાનો ઢાળ ઉતારવામાં આવ્યો હતો. જે પછી માર્ગ પાકો કરવામાં આવ્યો ન હતો. એક કિલોમીટર સુધી માર્ગ ઉપર મોટી કપચી નાંખી દેવામાં આવી હતી.

જેના ઉપર તાજેતરમાં પડેલા ભારે વરસાદના કારણે અણીયાળા પથ્થરો ઉપસી આવ્યા હતા. આ અંગેનો અહેવાલ દિવ્ય ભાસ્કરમાં પ્રસિધ્ધ કરવામાં આવ્યા બાદ તંત્ર દ્વારા ત્વરિત ડામરરોડ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. અંબાજી જતાં માઇભકતોને ચાલવામાં મુશ્કેલીઓ નહી પડે. વાહન ચાલકોમાં પણ આનંદની લાગણી છવાઇ છે.

અન્ય સમાચારો પણ છે...