વિસનગર - ડીસા બસનો ચાલક અને કંડકટર ડીસા નવા બસ સ્ટેન્ડમાં સાંજના સુમારે બસ ન લઈ જતા હોવાથી મુસાફરોને ભારે પરેશાની વેઠવી પડે છે. આ અંગે મહેસાણા વિભાગીય નિયામકને રજૂઆત કરવામાં આવશે તેમ મુસાફરો જણાવી રહ્યા છે.
ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમની બસો ખોટ કરી રહી છે. જેની પાછળ કેટલાક અંશે બસોના ચાલકોની મનમાની પણ જવાબદાર હોવાનું બહાર આવી રહ્યું છે. આ અંગે મુસાફર નવીનભાઈ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, હું ડીસા થી દરરોજ પાલનપુર ધંધાર્થે અપડાઉન કરું છું. મે મુસાફર પાસ કઢાવ્યો છે. મોટેભાગે વિસનગર ડેપો ની વિસનગર ડીસા બસમાં જાઉં છું. જોકે બસનો ચાલક ડીસા બસ સ્ટેન્ડમાં બસ લઈ જતા નથી.
આ અંગે બસના કંડક્ટર અને ચાલકને પૂછતાં તેઓ જણાવે છે કે, બસ સ્ટેન્ડમાં મુસાફરોની ભીડ વધારે હોવાથી નવા બસ સ્ટેન્ડ નજીક આવતા વળાંક થી જ પાછો વળી જાઉં છું. ઉલ્લેખનીય છે કે બસ સ્ટેન્ડમાં બસની રાહ જોઈને ઘણા બધા મુસાફરો હોય છે પરંતુ બસ સ્ટેન્ડની અંદર બસ ન આવતા તેઓ પરેશાનીમાં મુકાઇ રહ્યા છે. જો બસના કંડક્ટર અને ચાલક પોતાની મનમાની નહિ સુધારે તો આ અંગે મહેસાણા વિભાગીય નિયામકને રજૂઆત કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.