યાત્રાધામ અંબાજીમાં મંગળવારે પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની અધ્યક્ષતામાં ચૌધરી સમાજ ગઠીત અર્બુદા સેનાની બે દિવસીય શિબિરની શરૂઆત થઈ છે. સમાજને સંગઠીત કરવા અર્બુદા સેનાની શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. વિપુલ ચૌધરી એ જાણવ્યું હતું કે "આ શિબિર સામાજિક છે ને સહકારી ક્ષેત્રમાં જૂની પેઢી બાદ હવે નવી પેઢીને તૈયાર કરવાનું કામ સેના કરી રહી છે. જેના થકી ગામનો અને સમાજનો વિકાસ થશે અને સાથે દૂધ ઉત્પાદકો 100 ટકા સરકારી માળખામાં દૂધ આપેને એક પણ ટકો ખાનગીમાં ન જાય તેવી કાળજી રાખવાનું કામ અર્બુદા સેનાને સોંપવામાં આવશે.
બાદમાં મીડિયા સાથેની વાતચીતમાં "રાજકીય પાર્ટી બાબતે કરેલા સવાલ સામે તેમને જણાવ્યું હતું કે રાજકીય રીતે બીજા બધાની મને ખબર નથી હું ભારતીય જનતા પાર્ટી નો કાર્યકર છુ અને હું ઈચ્છું છુ કે મારી પાર્ટી ને મારી સરકાર દૂધ સાગર ડેરીની વ્યાજવી અને વ્યવહારુ વાત ને સમજે તેમજ અન્યાય અને શોષણ ન થાય તેની કાળજી સરકાર રાખે, પાડોસી રાજ્ય રાજસ્થાનમાં દૂધ ઉત્પાદકોને કિલો ફેટ ના રૂપિયા 100 વધારે મળતા હોય ત્યારે આપણી સરકાર આ બાબતે ચિંતિત ન હોય તે કેટલું વ્યાજબી છે? વિધાનસભામાં ભૂમિકા અંગે જણાવ્યું હતું કે "સહકારી ક્ષેત્રે ચૂંટણી લાડવા કોઈ ચિન્હની જરૂર નથીને દોઢ દાયકાથી ચિન્હ વગર જ ચૂંટણી લડી છે ને હાલ અન્ય કોઈ ચૂંટણીની ચર્ચા કે પ્રસંગ ન હોવાનું ઉમેર્યું હતું."
ઉલ્લેખનીય છેકે " અર્બુદા સેના 4 બ્લોકમાં વહેંચાયેલી છે જેમાં મંગળવારે ત્રણ તાલુકાના 67 ગામોના અર્બુદા સેનાના સૈનિકોની શિબિર થઈ હતી જે બાદ આગામી સમયમાં મહેસાણા, પાટણ અને માણસા ઝોનમાં પણ આજ રીતે અર્બુદા સેનાની શિબિરો યોજાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.