હિટ એન્ડ રન:ધાનેરાના ધરણોધર ગામ નજીક પુરઝડપે આવતી કારે બાઇકને અડફેટે લીધું, બે યુવકો રોડ પર પટકાતા એકનું મોત, એક ઘાયલ

બનાસકાંઠા (પાલનપુર)5 દિવસ પહેલા
  • કૉપી લિંક

ધાનેરાના ધરણોધર ગામ નજીક પુર ઝડપે આવતી કારે એક બાઇકને જોરદાર ટક્કર મારી હતી. જેથી અકસ્માત સર્જાતા એકનું મોત થયું હતું. જ્યારે એક વ્યક્તિ ગંભીરરીતે ઘાયલ થયો હોવાની ઘટના સામે આવી છે. કાર ચાલક અકસ્માત સર્જી કાર મૂકી ફરાર થયો હતો. સ્થાનિકો લોકોની મદદથી ઘાયલને સારવાર અર્થ નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતોનો સીલ સીલો યથાવત્ત જોવા મળી રહ્યો છે. ત્યારે ધાનેરાના ધરણોદર ગામ નજીક એક કાર ચાલકે બાઈકને અડફેટે લીધું હતું. જેથી અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક પર સવાર બંને ઈસમો રોડ ઉપર પટકાતા બંનેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમાંથી એક વ્યક્તિનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું. જો કે, બનાવના પગલે લોકોએ પોલીસને જાણ કરતા ધાનેરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવી હતી અને ગંભીરરીતે ઈજાગ્રસ્તને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. કાર ચાલક કાર મૂકી ત્યાંથી નાસી છૂટ્યો હતો. પોલીસે સમગ્ર બનાવવાની વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...