સફળ સર્જરી:અકસ્માતમાં મોઢાનું જડબુ તૂટી જતા નસોનું ફરી જોડાણ કરાયું, પાલનપુર બનાસ સિવિલમાં સફળ ઓપરેશન કરાયું

બનાસકાંઠા (પાલનપુર)25 દિવસ પહેલા
  • કૉપી લિંક

બનાસકાંઠાના દાંતા તાલુકાના જોરાસર ગામના વતની પ્રકાશભાઈ જેઓ 25 ડિસેમ્બરના રોડ એકસીડન્ટ થતા મોઢાના ભાગે ગંભીર ઇજાઓ થતા નજીકના દાંતા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રિફર કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ જરૂરી પ્રાથમિક સારવાર આપી એજ દિવસે રાત્રે બનાસ સિવિલ જનરલ હોસ્પિટલ ખાતે ઇમરજન્સી ટ્રોમા સેન્ટર વિભાગમાં ખસેડવામાં આવ્યા હતા.

ડેન્ટલ વિભાગના સર્જન ડોક્ટર નપુર કપૂર દ્વારા તપાસ કરાતા દર્દીના દુખાવા પરથી હાડકાના ફેક્ચરની સાથેસાથે હાડકાના વચ્યે નસ પણ દબાયેલી હતી, તેના લીધે સીટી સ્કેન દ્વારા જાણવા મળેલ ત્યારે હાડકાના પાંચ છ જેટલા ટુકડા થયેલા હતા. જેના લીધે દર્દીને ઓપરેશન કરવાની ફરજ પડતા બનાસ સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો.સુનિલભાઈ જોષીના માર્ગદર્શન હેઠળ ડોક્ટર નુપુર કપૂર દ્વારા ઓપરેશન કરી નસને અને ફેક્ચરનું કરી અને નસનું દબાણ હટાવ્યું હતું. જેના લીધે દર્દીને કોઈ પણ પ્રકારનો દુખાવો કે તકલીફ નથી જેના લીધે દર્દી સ્વસ્થ હાલતમાં છે.

બનાસ મેડીકલના કોલેજના આદ્યસ્થાપક શંકરભાઈ ચૌધરીના અથાગ પ્રયત્નો થકી બનાસ મેડીકલ કોલેજના ચેરમેન પી.જે. ચૌધરી માર્ગદર્શન હેઠળ બનાસ મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતે તમામ વિભાગોમાં ઉત્કૃષ્ઠ સારવાર આપવામાં આવી રહી છે. તેમજ ભવિષ્યમાં વધુ આધુનિક સારવાર મળી રહે તે માટે નવા સાધનો વસાવવામાં આવી રહ્યા છે તથા ઓપરેશન થીયેટરો સુસજ્જ કરવામાં આવી રહ્યા છે જેથી બનાસકાંઠાની જનતાને અતિ આધુનિક અને સારા માં સારી સારવાર મળી રહેશે.

અન્ય સમાચારો પણ છે...