રાહત:ઠંડી સાથે શાકભાજીના ભાવો 10થી 15 % ઘટયા

પાલનપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છૂટક બજારમાં ટામેટા 20 ,ગીલોડી 18, કાકડી 30, દૂધી 15 રૂ. કિલો

ઠંડીની શરૂઆત થતાં શાકભાજીના ભાવમાં ઘટાડાની શરૂઆત થઈ ગઈ છે મોટાભાગના દરેક ભાવમાં પ્રતિ કિલોએ 10 થી 15 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. પાલનપુર શહેરના સીમલા ગેટ વિસ્તારમાં રાત્રિના બાર વાગ્યાથી જ આજુબાજુના ગામોના શાકભાજીનું પરંપરાગત વાવેતર કરતા લોકલ ખેડૂતો અને મોટી મંડી માંથી આવતી ગાડીમાં રાત્રિના ત્રણ વાગ્યા સુધી તમામ શાકભાજી ઠળવાઈ જાય છે. રોજે રોજનું તાજુ શાકભાજી પાલનપુર શહેરના લોકોને મળી રહે તે માટે નાના વેપારીઓ વહેલી સવારે પાંચ વાગ્યાથી સાત વાગ્યા સુધીમાં ખરીદી પણ કરી લે છે

અને ત્યારબાદ દિવસ પર છૂટક વેચાણ થાય છે ઉપરાંત પાલનપુર આસપાસના ગામોમાંથી વાહનોમાં નાના વેપારીઓ ખરીદી કરવા પાલનપુર શાકમાર્કેટમાં આવતા રહે છે. સ્થાનિક વેપારીએ જણાવ્યું કે હાલમાં શિયાળાની ઋતુમાં પુષ્કળ પ્રમાણમાં શાકભાજી આવે છે જેના લીધે ભાવો નિયંત્રણમાં છે માત્ર વટાણાના ભાવ અત્યારે હોલસેલ માં ₹100 અને રિટેલ માં 150 રૂપિયાના કિલોએ વેચાઈ રહ્યા છે.

શાકભાજીના ભાવ (કિલોના)
શાકભાજી રીટેલ ભાવ હોલસેલ ભાવ રૂ.
ટામેટા 20 10 થી 12
ગીલોડી 15-20 6 થી 8
મરચા 30 18 થી 20
કાકડી 30 15 થી 20
દૂધી 15 7 થી 8
કોબીઝ 30 12 થી 15
ફુલાવર 30 15 થી 16
ભડથા રીંગણ 20 8 થી 10
વટાણા 150 100 થી 110
ગાજર 30-35 20 થી 25
સીમલા મીર્ચ 70-80 50 થી 60
ડખણી રીંગણ 30-35 20 થી 25
મીરચી વાલોળ 50 30

અન્ય સમાચારો પણ છે...