દલિતોનું વિરોધ પ્રદર્શન:વાવ મામલતદાર કચેરીએ દલિત સંગઠને ધરણા યોજી પોતાની ચાર માંગણીઓને લઈ વિરોધ નોંધાવ્યો

બનાસકાંઠા (પાલનપુર)10 દિવસ પહેલા

બનાસકાંઠા જિલ્લાના વાવ મામલતદાર કચેરી ખાતે જિલ્લાવાર દલિત સંગઠન દ્વારા ધરણા યોજી પોતાની ચાર માંગણીઓને લઈ વિરોધ નોંધાવવામાં આવ્યો છે. જેમાં મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો એકત્ર થઇ મામલતદાર કચેરી ખાતે ધરણા યોજી સૂત્રોચ્ચાર કરવામા આવ્યા હતા.

માંગ નહિ સ્વીકારાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી
વાવ મામલતદાર કચેરીએ બનાસકાંઠા વાવ દલિત સંગઠન દ્વારા ચાર માંગણીઓને લઈ આજે ધરણા યોજવામા આવ્યા હતા. અગાઉ પણ માંગણીઓને લઈ મામલતદાર તેમજ પ્રાંત કચેરીને રજૂઆતો કરી છે. જોકે, આખરે માંગણી કરતા આજે મામલતદાર કચેરીએ મોટી સંખ્યામાં દલિત સંગઠન એકત્ર થઈ ધરણા યોજી વિરોધ નોંધાવ્યો હતો. જોકે, ધરણા યોજી દલિત સંગઠને માંગ નહિ સ્વીકારાય તો આંદોલન ઉગ્ર બનશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી

ચાર માંગણીઓ પૂરી કરવા માંગ
જોકે, આ અંગે શાંતિલાલ રાઠોડે જણાવ્યું હતું કે, આજે અમે બનાસકાંઠા જિલ્લા દલિત સંગઠન દ્વારા વાવ તાલુકાના તમામ જે જમીન વિહોણા લોકો છે. તેમના દ્વારા વારંવાર મામલતદાર અને પ્રાંત કચેરીને આવેદનપત્ર આપવા છતાં અમારી જે ચાર માંગણી ઓ છે. એની કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આજે ધરણા કાર્યક્રમ દ્વારા સરકારને કહેવા માંગીએ છીએ જે અમારી ચાર માંગણીઓને પૂર્ણ કરવા માગ છે.

અન્ય સમાચારો પણ છે...