ભવ્ય સ્વાગત:વાસણા (જ) ગામે ITBP જવાન ફરજ પૂર્ણ કરી માદરેવતન આવતા ગ્રામજનોએ સામૈયું કર્યું

પાલનપુર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દેશભક્તિના નારા સાથે બાઈક રેલી યોજી વાસણા મુકામે પહોંચ્યા

પાલનપુર તાલુકાના વાસણા (જ) ગામના જવાન ફરજ પુર્ણ કરી બુધવારે માદરે વતન ફરતા ગ્રામજનોએ કાણોદરથી રેલી યોજી ગામમાં પ્રવેશતા ગામલોકોએ ફૂલોથી વધામણાં કર્યા હતા.પાલનપુર તાલુકાના વાસણા (જ) ગામના ખુમાનસિંહ મદારસિંહ બોડાણા વર્ષ 2010માં દેશભક્તિ માટે ITBP (આઇટીબીપી)જોડાયા હતા.

જ્યાં વર્ષ 2001માં પંજાબના ભટિંડામાં એક વર્ષની ટ્રેનિંગ લીધી હતી.ટ્રેનિંગ પૂર્ણ કર્યા બાદ ત્રણ વર્ષ સુધી જમ્મુ કાશ્મીર, ચાર વર્ષ ઉત્તરાખંડના મેરીથી, ચાર વર્ષ પંજાબના લુઢીયાણામાં, ચાર વર્ષ છત્તીસગઢ બે વર્ષ ઉત્તરાખંડ હલ્દીચોડ, 2 વર્ષ લેહ લદાખ ત્યારબાદ વર્ષ 2021માં પંજાબના જલંધર ખાતે પોતાની ફરજ પૂર્ણ કરી ITBP જવાન ખુમાનસિંહ બોડાણા નિવૃત્ત થયા હતા.

નિવૃત્ત જવાનએ 21 વર્ષ ચાર મહિના સુધી દેશની અલગ અલગ બોર્ડર ઉપર દેશની રક્ષા કરી ફરજ બજાવી હતી. જ્યાં બુધવારે પોતાની ફરજ પૂર્ણ કરી માદરે વતન પોતાના વાસણા (જ) ગામે આવતા ગ્રામજનોએ કાણોદર હાઇવેથી દેશભક્તિના નારા સાથે બાઈક રેલી યોજી વાસણા મુકામે પહોંચ્યા હતા. નિવૃત જવાન ખુમાનસિંહ બોડાણા ગામમાં પ્રવેશતા જ ગ્રામજનો દ્વારા નિવૃત જવાન ખુમાનસિંહ બોડાણાનું ભવ્ય સ્વાગત સાથે સામૈયું કર્યું હતું.તેમજ રાજપૂત સમાજની મહિલાઓ તેમજ બહેનોએ જવાનનું તિલક કરી સ્વાગત કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...