વનિયરનું મોત:પાલનપુરમાં નળાસર હાઇવે પર ગાડીની અડફેટે વનિયરનું મોત, વન્ય પ્રાણીને વાહનચાલક ટક્કર મારી ફરાર

પાલનપુર14 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાલનપુર તાલુકાના નળાસર જવાના માર્ગ પર કોઈ અજાણ્યા વાહનના ટક્કરે વનિયરનું મોત નીપજ્યું હતું.આ વનિયરની સ્થનિકોએ એ વાર પકડી વનવિભાગને સોંપ્યું હતું.પાલનપુર તાલુકાના નળાસર ગામે થોડા માસ અગાઉ ગામના ખતેરમાં વનિયર આવ્યું હતું.

જેને ગામના પ્રવિણભાઇ કલાણીયાએ પકડી પાલનપુર ફોસિયા ટેકરે વનવિભાગની ઓફિસમા સોંપ્યું હતું,પરંતુ તેના નર અને માદા હોવાથી તે વિસ્તારમાં અવારનવાર વનિયર જોવા મળતું હતું. શુક્રવારે ફરીથી શિકાર કરવા નીકળ્યું હશે અને ઝાડીમાંથી બહાર નીકળતા કોઈ અજાણ્યા વાહનના ટક્કરે મોત નીપજ્યું હતું.જે રસ્તામાં પડી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...