• Gujarati News
  • Local
  • Gujarat
  • Banaskantha
  • Vande Gujarat Yatra Program Was Held At Sai Baba Temple, Deesa, Information Was Given About The Benefits Of Schemes And Services Of Various Departments.

વંદે ગુજરાત વિકાસ યાત્રા:ડીસાના સાંઈબાબા મંદિર ખાતે વંદે ગુજરાત યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો, વિવિધ વિભાગોની યોજનાઓ અને સેવાઓના લાભોની માહિતી અપાઈ

બનાસકાંઠા (પાલનપુર)3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડીસાના ધારાસભ્ય શશિકાંત પંડ્યા, ડીસા નગરપાલિકા પ્રમુખ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા

વંદે ગુજરાત વિકાસ યાત્રાના માધ્યમથી ગુજરાતમાં ભાજપ દ્વારા કરવામાં આવેલા વિવિધ કાર્યક્રમોની ઉજવણી અંતર્ગત આજે ડીસા સાંઈબાબા મંદિર ખાતે વંદે ગુજરાત યાત્રા પહોંચતા કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ડીસાના ધારાસભ્ય શશિકાંત પંડ્યા, ડીસા નગરપાલિકા પ્રમુખ રાજુ ઠક્કર સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.

વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
દેશની આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે રાજ્યના છેલ્લા બે દાયકાના વિકાસને લોકો સુધી પહોંચાડવા વંદે ગુજરાત વિકાસ રથ દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજે વંદે ગુજરાત વિકાસ યાત્રા ડીસાના સાઈબાબા મંદિર ખાતે પહોંચતા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વંદે ગુજરાત વિકાસ યાત્રાના માધ્યમથી ગુજરાતમાં સુશાસનના 20 વર્ષની ઉજવણીના વિવિધ વિભાગોની યોજનાઓ અને સેવાઓના લાભોનું વિસ્તૃત લોકોને માહિતી આજે સાઇબાબા મંદિર ખાતે આપવામાં આવી હતી.

આજે યોજાયેલા આ કાર્યક્રમમાં ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા, નગરપાલિકા પ્રમુખ રાજુ ઠક્કર, બનાસકાંઠા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ કૈલાશ ઘેલોત, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રીટાબેન પટેલ, ડીસા શહેર ભાજપ પ્રમુખ પ્રતિક પઢિયાર, મહામંત્રી હકમાજી જોશી મહામંત્રી રાકેશભાઈ પટેલ તેમજ શહેર અને તાલુકાના હોદ્દેદારો ઉપસ્થિત રહી આજે વંદે ગુજરાત યાત્રાને ડીસાના સાઈબાબા મંદિરથી પ્રસ્થાન કરાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...