આત્મહત્યા:વાછડાલની યુવતીએ ઝાડ ઉપર ગળા ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

પાંથાવાડા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાંસો ખાઈ આપઘાત કરનાર યુવતી તસ્વીર - Divya Bhaskar
ફાંસો ખાઈ આપઘાત કરનાર યુવતી તસ્વીર
  • પોલીસે પીએમ કરાવી આપઘાતનું કારણ શોધવા તજવીજ હાથ ધરી

ધાનેરા તાલુકાના વાછડાલ ગામે સોમવારે રાત્રીના સમયે યુવતીએ ખેતરમાં લીમડાના ઝાડ ઉપર દોરડા વડે ગળે ટૂંપો ખાઈ આત્મહત્યા કરતા ચકચાર જવા પામી હતી.પોલીસે આપઘાતનું કારણ શોધવા તજવીજ હાથ ધરી છે. ​​​​​​ધાનેરા તાલુકાના વાછડાલ ગામના નીલાભાઈ મસરાજી સોલંકીની દીકરી શિલ્પાબેન સોમવારે રાત્રિના સમય ખેતરમાં ઘરના આંગણામાં બહાર સુતા હતા.

ત્યારે વહેલી સવારે નીલાભાઈ તેમજ પત્ની પશુ દહોવા માટે જાગેલા દરમિયાન પોતાની દીકરી શિલ્પાને ઉઠાડવા જતા ખાટલામાં જણાવેલ નહીં જેની આસપાસ તપાસ કરતા પોતાના ખેતરમાં લીમડાના ઝાડ ઉપર દોરડું બાંધેલ હાલતમાં મળતા પાંથાવાડા પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળ આવી યુવતીને લાશને નીચે ઉતારી પાંથાવાડા ખાતે રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...