પશુઓને વેક્સિનેશન:જિલ્લામાં 87 હજાર પશુઓને વેક્સિન, જે ગામોમાં લમ્પીનો રોગ નથી તેજ પશુઓમાં એન્ટીબોડી માટે વેક્સિન અપાય છે

પાલનપુર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લમ્પીના નવા 228 કેસ,બે પશુના મોત,4 દિવસમાં 4 લાખ પશુને વેક્સિનેટ કરાશે

હાલમાં બનાસ ડેરી લાખો દુધાળા ઢોરોના સ્વાસ્થ્ય માટે ગામડાઓ ખૂંદી બીમાર ગાયોની સારવાર તેમજ જે ગામોમાં લમ્પી વાયરસ નથી ત્યાં વેક્સિનેશન કામગીરી હાથ ધરી છે. બનાસ ડેરીએ ગુરુવાર સાંજ સુધીમાં 87 હજાર પશુઓને વેક્સિન આપ્યું છે. અને આગામી 4 દિવસમાં 4 લાખ પશુઓને વેક્સિનેટ કરવાનો એક્શન પ્લાન ઘડી કાઢ્યો છે.બીમાર ગાયો માટે બનાસ શીતળના 50 હજાર, મિનરલ પાવડર ના 1 લાખ પેકેટ અસરગ્રસ્ત 300થી વધુ દૂધ મંડળીઓને મોકલવામાં આવ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં લમ્પી વાયરસને નાથવા તંત્ર કામે લાગ્યું છે.

ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ અગમચેતીના ભાગરૂપે વાયરસ આગળ ન વધે તે માટે જે ગામોમાં રોગચાળો પ્રસર્યો નથી તેવા ગામોના પશુઓને વેક્સિનેશન કરવા માટે ટીમોને કામે લગાડી છે. ડેરીના વેટરનરી વિભાગના હરિભાઈ એ જણાવ્યું હતું કે " જિલ્લામાં હાલમાં પશુઓને 87હજાર વેક્સિનના ડોઝ અપાઈ ગયા છે અને હવે આવતીકાલથી રોજ એક લાખ વેક્સિનેશનનું આયોજન કરવા પંદરસો બીજદાન કર્મીઓને કામે લગાડવામાં આવ્યા છે. જે કામગીરી ચાર દિવસ ચાલશે. ઝડપી રસીકરણ કરવાથી રોગચાળો આગળ પ્રસરશે નહીં. બનાસકાંઠા જિલ્લામાં 27.50 લાખ પશુઓ છે.

જેમાં હાલમાં માત્ર એચએફ અને કાંકરેજી ગાયમા આ વાયરસ જોવા મળી રહ્યો છે. જિલ્લાની 14 લાખ ભેંસો પૈકી એક પણ ભેંસમાં વાયરસ આવ્યો નથી. ઉપરાંત ગાભણ ગાયોને પણ આ વેક્સિન આપી શકાય નહીં. મતલબ નવલાખ પશુઓને આ વેક્સિન આપી શકાશે. આ ઉપરાંત જે બીમાર ગયો છે તેમના માટે ઘરગથ્થુ સામાનનો ઉપયોગ કરીને બનાસ શીતલ પેકેટ તેમજ મિનરલ પાવડર તૈયાર કરીને પહોંચાડવામાં આવ્યો છે. જેમાં બનાસકાંઠા જિલ્લાના જુદા જુદા ગામોમાં બનાસ શીતલના 50 હજાર પેકેટ જ્યારે મિનરલ પાવડરના એક લાખ પેકેટ દૂધ મંડળીઓમાં મોકલી દેવાયા છે જેઓ બીમાર પશુઓને આપી રહ્યા છે.

લમ્પી કેસોની સ્થિતિ

નવા કેસ228
કુલ કેસ1610
નવા મોત2
કુલ મોત25

નવા ઉમેરાયેલા ગામો

19
કુલ ગામો138

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...