નવસર પ્રયોગ:દિયોદરના વખા ગામેથી ડ્રોન દ્વારા યુરિયાનો છંટકાવ કરાયો

પાલનપુર4 દિવસ પહેલા
  • કૉપી લિંક

દિયોદરના વખા ગામેથી ડ્રોન દ્વારા યુરીયાનો છંટકાવ કરાયો હતો. બનાસકાંઠામાં આ યોજનાની શરૂઆત દિયોદર તાલુકાના વખા ગામથી કરવામાં આવી હતી. જેમા વખા ગામના ગ્રામજનો, ખેડૂત ભાઈ બહેનો પણ ઉપસ્થિત રહી 2 એકર કપાસ પાકના થયેલ વાવેતરમાં ડ્રોનથી નેનો યુરિયાનો છંટકાવ કરવામાં આવ્યો હતો.

પાણી, ખાતર અને દવાનો બચાવ કરી અસરકારક પરિણામ મેળવી શકાય તે બાબતનું નિદર્શન ખેડૂતોને દર્શાવવામાં આવશે. ખેડુતોને યોજના વિશે જિલ્લા ખેતીવાડી અધિકારી અને ઇફ્કો કિસાન સંચાર લિમીટેડના પ્રતિનિધિ દ્વારા વિગતવાર માર્ગદર્શન આપી ખેતરે 2 એકર કપાસ પાકમાં ડ્રોન દ્વારા નેનો યુરીયાનો છંટકાવ કરી શરૂઆત કરવામાં આવી છે.

આ યોજનાનો લાભ મેળવવા માંગતા ખેડુતોએ જિલ્લાના ઇફ્કો કિસાન સંચાર લિમીટેડના અધિકારીનો સંપર્ક કરી અરજી ફોર્મ ભરી આપવાની રહેશે. ત્યારબાદ ઇફ્કો કિસાન સંચાર લિમીટેડ દ્વારા ડ્રોન ટેકનોલોજી મારફ્તે નેનો યુરીયાનો છંટકાવ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...