ભરઉનાળે ચોમાસા જેવો માહોલ:બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ, ખેડૂતોની ચિંતામાં વધારો

બનાસકાંઠા (પાલનપુર)5 દિવસ પહેલા
  • કૉપી લિંક

હવામાન વિભાગની આગાહીના પગલે બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદની શરૂઆત થઈ છે. અચાનક વાતાવરણમાં પલટો આવતા જિલ્લાના ધાનેરા, દાંતીવાડા, પાંથાવાડા, અમીરગઢ અને ઇકબાલગઢ સહિતના વિસ્તારમા કમોસમી વરસાદના ઝાપટા પડ્યા હતા, ઘઉં રાયડો એરંડા જીરું બટાકા સહિતના તૈયાર પાકોના લેવાના સમયે વરસાદ પડતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે.

હવામાન વિભાગની આગાહીને લઈ બનાસકાંઠા જિલ્લામાં બપોરની ભારે ઉકળાટ બાદ સંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેમાં જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. જેમકે અમીરગઢ, ઇકબાલગઢ, દાંતીવાડા, પાંથાવાડા સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદી ઝાપટા પડતા ખેડૂતોને ચિંતાતુર બન્યા છે, જેમાં ઘઉં રાયડો એરંડા જીરું બટાકા સહિતના પાકો લેવાના સમયે કમોસમી વરસાદ પડતા ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે.

અન્ય સમાચારો પણ છે...