બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો:જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં કમોસમી વરસાદી ઝાપટા પડતાં ખેડૂતોની ચિંતામાં વધારો

બનાસકાંઠા (પાલનપુર)23 દિવસ પહેલા
  • કૉપી લિંક

બનાસકાંઠા હવામાન વિભાગની આગાહીના પગલે વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે. અમીરગઢ ઈકબાલગઢ ધાનેરા,પાંથાવાડા સહિત દાંતીવાડા પંથકમાં વાતાવરણમાં પલટો આવતા સમી સાંજે આકાશમાં ગનગોર વાદળો ઘેરાયા છે. ગઈરાત્રી દરમિયાન જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં વરસાદી ઝાપટા પાડ્યા હતા.

બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહીના પગલે રાત્રિ દરમિયાન જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. જોકે ફરી સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવતા જિલ્લાના અમીરગઢ ઈકબાલગઢ ધાનેરા પાથાવાડા દાંતીવાડા સહિતના પંથકમાં વાદળછાયુ વાતાવરણ થતા જિલ્લાના ખેડૂતોનું જીવ તાળવે ચોંટ્યો છે. ઘઉં રાયડો બટાકા સહિતના તૈયાર પાકો લેવાના સમયે વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો ચિંતિત બન્યા છે જોકે ભારે પવન સાથે વાતાવરણ પલટાતા ખેતીના પાકોને નુકસાનની ભીતિ સેવાય રહી છે.

અન્ય સમાચારો પણ છે...