ઠંડીનો ચમકારો:બનાસકાંઠામાં સવારે કમોસમી વરસાદી છાંટા સાંજે ઠંડીનો ચમકારો

પાલનપુર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉ.ગુ.માં ઠંડી 4 ડિગ્રી સુધી ઘટી, પારો 15.2થી 17.8 ડિગ્રી

બનાસકાંઠા જીલ્લામાં ગુરૂવારે સવારે વાતાવરણમાં પલટો આવ્યો હતો. જ્યાં પાલનપુરના ધાણધાર સહિતના પંથકમાં કમોસમી વરસાદના છાંટા પડ્યા હતા. જોકે, બપોર પછી ઉઘાડ નીકળતાં સાંજે ઠંડીનો ચમકારો વર્તાયો હતો.ઉત્તર ગુજરાતમાં ગુરૂવાર સવારે હવામાં ભેજનું પ્રમાણ 85 %ને પાર પહોંચ્યું હતું. વધુ પડતાં ભેજના કારણે વાતાવરણ વાદળછાયું બનતાં તેની સીધી અસર ઠંડી પર પડી હતી. ઉત્તર ગુજરાતના 5 શહેરોમાં ઠંડી 4 ડિગ્રી સુધી ઘટી હતી. જેને લઇ ઠંડીનો પારો 15.2થી 17.8 ડિગ્રી પહોંચ્યો હતો.

ભેજવાળા પવન અને વાદળછાયા વાતાવરણને લઇ 24 કલાક માટે ઉત્તર ગુજરાતમાંથી ઠંડી ગાયબ રહી હતી. બીજી બાજુ દિવસનું તાપમાન દોઢ ડિગ્રી સુધી નીચું આવતાં પાંચેય શહેરોમાં ગરમીનો પારો 27થી 27.9 ડિગ્રીની વચ્ચે રહ્યો હતો.

હવામાન વિભાગની આગાહી મુજબ, શુક્રવારથી ઉત્તરના સૂકા અને ઠંડા પવનના કારણે ભેજનું પ્રમાણ ઘટવાનું શરૂ થશે. જેને લઇ 16 જાન્યુઆરી સુધી ઠંડી 6 ડિગ્રી સુધી વધશે. જેને લઇ આગામી 4 દિવસ સુધી હાડ થીજાવતી ઠંડીનો સામનો કરવાનો વારો આવશે. એમાં પણ 14થી 16મી જાન્યુઆરી સુધી ઠંડીનું જોર વધુ રહેશે.

ઉ.ગુ.માં તાપમાન
શહેર ઠંડી

મહેસાણા 15.8 (+1.9) ડિગ્રી
પાટણ 17.4 (+3.9) ડિગ્રી
ડીસા 17.8 (+3.9) ડિગ્રી
હિંમતનગર 16.0 (+0.1) ડિગ્રી
મોડાસા 15.2 (0.0) ડિગ્રી

અન્ય સમાચારો પણ છે...