મેઘરાજાએ હેત વરસાવ્યું:બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર, પાલનપુરમાં 45 MM અને કાંકરેજમાં 43 MM વરસાદ વરસ્યો

બનાસકાંઠા (પાલનપુર)19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હવામાન વિભાગે 28 જુલાઈ સુધી બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી કરી

બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહીના પગલે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. બે દિવસથી જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં પાલનપુરમાં 45 MM,કાંકરેજમાં 43 MM, દિયોદરમાં 41 MM વરસાદ ખાબક્યો હતો.

જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર
બનાસકાંઠા જિલ્લા સહિત ઉત્તર ગુજરાતમાં 28 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જે અંતર્ગત જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ વરસી રહ્યો છે. જિલ્લામાં અત્યાર સુધી એવરેજ 59.84 ટકા વરસાદ નોંધાયો છે. જિલ્લાની જીવા દોરી સામાન ગણાતા દાંતીવાડા ડેમમાં પાણીની આવક શરૂ થઇ ગઈ છે. જેને લઈ ખેડૂતોમાં ખુશી જોવામાં મળી છે.

જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જેમાં અમીરગઢમાં 36 MM, કાંકરેજમાં 43 MM, ડીસામાં 29 MM, થરાદમાં 10 MM, દાંતામાં 28 MM, દાંતીવાડામાં 21 MM, દિયોદરમાં 41 MM,ધાનેરામાં 39 MM, પાલનપુરમાં 45 MM, ભાભરમાં 20 MM, લાખણીમાં 26 MM, વડગામમાં 40 MM, વાવમાં 01 MM, સુઈગામમાં 03 MM વરસાદ નોંધાયો છે.

જિલ્લામાં એવરેજ 59.84 ટકા વરસાદ
​​​​​​​
બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકામાં એવરેજ વરસાદ જોઈએ તો અમીરગઢમાં 49.35 ટકા, કાંકરેજમાં 56.24 ટકા, ડીસામાં 52.64 ટકા, થરાદમાં 77.85 ટકા, દાંતામાં 65.85 ટકા, દાંતીવાડામાં 47.28 ટકા, દિયોદરમાં 69.68 ટકા, ધાનેરામાં 35.73 ટકા, પાલનપુરમાં 54.83 ટકા, ભાભરમાં 73.35 ટકા, લાખણીમાં 47.87 ટકા, વડગામમાં 65.49 ટકા, વાવમાં 68.09 ટકા, સુઇગામમાં 87.34 ટકા વરસાદ નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...