પેટ્રોલ પંપ પર તસ્કરો ત્રાટક્યા:દાંતા પાસે રાત્રે અજાણ્યા ઇસમોએ પેટ્રોલ પંપને નિશાન બનાવ્યો, કેબીનના દરવાજાનો લોક તોડી ડ્રોવરમાંથી 2 લાખથી વધુની ચોરી

બનાસકાંઠા (પાલનપુર)2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ, પોલીસે તપાસ હાથ ધરી

બનાસકાંઠાના દાંતા પાસે મોટાસડા પેટ્રોલ પંપ પર ચોરીનો બનાવ સામે આવ્યો છે. જેમાં તસ્કરોએ અંદાજે અઢી લાખ ઉપરાંતની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ચોરીની ઘટના CCTVમાં કેદ થઈ હતી. દાંતા પોલીસે ચોરીની ઘટનાને લઈ ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.

પોલીસે CCTVના આધારે તપાસ હાથ ધરી
બનાસકાંઠા જિલ્લાના દાંતા મોટાસડા એક પેટ્રોલપંપ ઉપર મેનેજર કેબીનના કેશ કાઉન્ટરના ડ્રોવરમાંથી અજાણ્યા ઈસમોએ 2 લાખ 46 હજારની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. પેટ્રોલપંપ મેનેજરે દાતા પોલીસ સ્ટેશન મથક ફરિયાદ નોંધાવી હતી. દાતાના મોટાસાડા પેટ્રોલપંપ પર રાત્રી દરમિયાન કોઈ અજાણ્યા ઈસમોએ મેનેજર કેબિનનો દરવાજાનો લોક તોડી અંદર પ્રવેશ કરી કેશ કાઉન્ટરનું ડ્રોવર તોડી તેમાં મુકેલા 2 લાખ 46 હજારની ચોરી કરી હતી. આ ઘટનાને લઈ મેનેજરે દાંતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ સમગ્ર ચોરીની ઘટના CCTVમાં કેદ થઈ હતી. પોલીસે સીસીટીવીના આધારે ચોરી કરનારા ઈસમ સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...