ઉજ્જનવાડાના યુવકનો બે ગાડીના ચાલકે પીછો કરી બુલેટને ટક્કર મારી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા યુવકે ચાર સામે ગુનો નોંધાવ્યો હતો.ઉજ્જનવાડા ગામના હિરુભાઈ પૂંજીરામ રાવલ શુક્રવારે ભાભરના બોરી ગામના મહેશસિંહ રાઠોડ બુલેટ બાઈક લઈને દિયોદર સેશન્સ કોર્ટમાં મુદ્દતે જઈ પરત આવતા હતા દરમિયાન ભડકાસર ગામના પાટિયાથી મીઠા તરફ આવતા પાછળથી સફેદ કલરની કારે ટક્કર મારી હતી. તેમજ બીજી એક ગાડી નંબર જીજે 24 કે 0418એ ટક્કર મારતા બંને નીચે પડી ગયા હતા
ત્યારબાદ ગાડીમાંથી દિયોદરના કુવાતા ગામનો બાબુભાઈ જોષીના હાથમાં ધારીયું, દિયોદરના દેલવાડાનો સુરેશભાઈ જોષીના હાથમાં લોખડની ટોમી ઉતરેલ અને હિરુભાઈ રાવલ પાસે આવતા મહેશસિંહ ખેતરની વાડ કૂદી દોડી ગયેલ પરંતુ બાબુભાઇ જોશી હિરુભાઈને ધારીયું મારતા હિરુભાઈ નીચે પડી ગયેલા તેમજ સુરેશભાઈ જોશી લોખંડની ટોમી મારી તેમજ શીરવાડાના જીગરભાઈ જોશીએ માર મારતા હિરુભાઈ બેભાન થઈ જતાં શખ્સો ભાગી ગયા હતા. હિરુભાઈ રાવલે પોલીસ મથકે જીગરભાઈ નાનજીભાઈ જોશી (રહે.શીરવાડા તા.કાંકરેજ), સુરેશભાઈ રઘુભાઈ જોષી(રહે.દેલવાડા તા.દિયોદર), બાબુભાઇ મફાભાઈ જોષી (રહે.કુંવાતા) તેમજ એક અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધાવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.