દાંતા વિધાનસભાની મત ગણતરી દરમિયાન બે વીવીપેટમાં ક્ષતિ સર્જાઈ હતી. મતગણતરી સંપન્ન થયા બાદ કેટલાક મતો માટે ચીઠ્ઠી લખી ડ્રો કરવો પડ્યો હતો અને ચિઠ્ઠી ઉછાળીને નિર્ણય લેવાયો હતો. તમામ ચિઠ્ઠી પ્લાસ્ટિકના ડબ્બામાં મૂકવામાં આવી હતી પરંતુ તેમાં હલાવવામાં મુશ્કેલી નડતા સ્ટીલના મોટા બોક્સમાં તમામ કાપી નાખવામાં આવી હતી અને ત્યારબાદ બરાબર હલાવી ચીઠ્ઠી નીકળવામાં આવી હતી.
વાવમાં પ્રથમ રાઉન્ડમાં 5 નંબર ટેબલમાં evm માં ટેકનિકલ ખામી સર્જાઈ
પાલનપુરમાં જગાણા એન્જિનિયરિંગ કોલેજમાં વાવ વિધાનસભાના પ્રથમ રાઉન્ડમાં 5 નંબર ટેબલ માં evm માં ટેકનિકલ ખરાબી સર્જાઈ હતી. જેને લઈ 5 નંબર ટેબલની ગણતરી અડધો કલાક મુલતવી રાખવામાં આવી હતી.
કાંકરેજમાં ત્રીજા રાઉન્ડમાં 3 નંબર ટેબલ ઉપર ઈવીએમમાં ટેક્નિકલ ખામી સર્જાઈ
કાંકરેજ વિધાનસભા મત વિસ્તારની મતગણતરીના ત્રીજા રાઉન્ડ દરમિયાન ટેબલ નંબર 3 નું ચેખલા વિસ્તારના ઈ.વી.એમ.માં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. જેને લઇ એ ઇવીએમ સાઈડમાં મૂકી દેવામાં આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.