સદનસીબે જાનહાનિ ટળી:પાલનપુરના સોનગઢ પાટિયા પાસે આબુરોડ તરફથી આવતી કાર કાર પલટી ખાઈ ગઇ, બે લોકો ઇજાગ્રસ્ત

પાલનપુર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અકસ્માતમાં સદનસીબે જાનહાનિ ટળી પણ કારને મોટું નુકસાન પહોંચ્યું

પાલનપુરના સોનગઢ પાટિયા નજીક એક રાજસ્થાન તરફથી આવતી કાર પલટી ખાઈ જતા હોવાની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં બે લોકો ને ઈજાઓ પહોંચતા સ્થાનિક લોકોની મદદથી નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.

બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતમાં એક બાદ એક સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. જેમાં અકસ્માતોમાં કેટલાક લોકો જીવ ગુમાવતા હોઈ છે. આજે પાલનપુરના સોનગઢ પાટીયા પાસે એક કારને અકસ્માત નડ્યો છે. આબુરોડથી પાલનપુર તરફથી કાર અચાનક પલટી ખાઇ જતાં અકસ્માત સર્જાયો હતો.

કારમાં સવાર બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે સ્થાનિક લોકોની મદદથી નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બનાવના પગલે સ્થાનિક લોકોના ટોળે ટોળા જોવા મળ્યા હતા. ઘટનાની જાણ સ્થાનિક પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માતમાં કારને મોટું નુકસાન પહોંચ્યું છે.

અન્ય સમાચારો પણ છે...