અમીરગઢ બોર્ડર ચેક પોસ્ટ પરથી એક હરિયાણા પારસીંગ આઇસર ટ્રકમાં થી અમીરગઢ પોલીસ બાતમી હકીકત આધારે 3 હજાર 700 થી વધુ દારૂની બોટલો સાથે બે ઈસમો ને ઝડપી પાડ્યા છે જેમાં અમીરગઢ પોલીસ ચાર ઈસમો સામે પ્રોહીબીશન એક્ટ નો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠા પોલીસ અધિક્ષક અક્ષયરાજ જીલ્લાનાઓએ વિદેશી દારુની હેરાફેરી રોકવા આપેલ સુચના અંતર્ગત નાયબ પોલીસ અધિક્ષક ડૉ . કુશલ ઓઝા ડીસા વિભાગ ડીસા નાઓના માર્ગદર્શન હેઠળ એમ.આર.બારોટ પોલિસ ઈન્સ અમીરગઢ નાઓની માર્ગદર્શન હેઠળ અમીરગઢ પોલીસ સ્ટાફના માણસો અમીરગઢ બોર્ડર ચેક પોસ્ટ ખાતે વાહન ચેકીંગમાં દરમ્યાન આઈસર ટ્રક HR - 57-4-7957 દારૂ પેટી 79 જેની કુલ બોટલ 3792 જેની કિંમત 1 લાખ 89 હજાર 600 સહીત કુલ 6 લાખ 96 હજાર 600 નો મુદ્દામાલ કબ્જે લઇ તહોદાર ( 1 ) સુરેન્દ્ર સઓ પોખર મલજી જાટ ચૌધરી રહે.પ્રતાપપુરા લક્ષ્મણ ગઢ રાજેસ્થાન તેમજ ( 2 ) નેમીચંદ મુળચંદજી મેઘવાલ રહે.લાલાશી લક્ષ્મણગઢ જી.સીકર રાજેસ્થાન ( 3 ) બિલ્લાજી જેનુ પુરુ નામ સરનામુ નથી તે રહે.ઝુંપા , હરિયાણા ( 4 ) આશિષ જેનુ પુરુ નામ સરનામુ નથી રહે.અમદાવાદ વાળાઓએ એકબીજાના મેળાપીપણામાં પ્રતિબંધીત ગુજરાત રાજ્યમાં ઘુસાડવાનું ષડયંત્ર રચી જેમાં બે ઈસમો ઝડપાઈ જતા તેમની વિરૂધ્ધમાં પ્રોહીબીશન એક્ટ મુજબ અમીરગઢ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.