અકસ્માત:સરિયદ- પાટણ હાઇવે ઉપર કાર અને બાઈક ટકરાતાં કાંસાના બે ખેડૂતનાં મોત

પાટણ,સરીયદ,નાયતાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાંસા ગામના બે આધેડ ખેડૂતો પાટણ તરફ કામ અર્થે આવી રહ્યા હતા

સરસ્વતીના સરિયદથી પાટણ તરફ આવવાના મુખ્ય હાઈવે થીંગડાવાળો બિસ્માર હાલતમાં રોડ ના કારણે બુધવારે બપોર સમયે કોઈ કારણોસર બાઈક અને કાર સામ સામે અથડાતા કાંસા ગામના બાઇક સવાર બંને ખેડૂતોના સારવાર દરમિયાન મોત થતા ઘરના બે મોભી ગુમાવતા પરિવારો સહિત ગામમાં ગમગીની નો માહોલ જોવા મળ્યો હતો.આ બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.સરીયદ થી પાટણ હાઈવે ઉપર કાંસા ગામના બે આધેડ ખેડૂતો પાટણ તરફ કામ અર્થે આવી રહ્યા હતા.

જે દરમિયાન હાઇવે ઉપર સરીયદ ગામ નજીક ક્રિષ્ના ફાર્મ હાઉસ પાસે રસ્તા ઉપર થીંગડા મારેલા હોય ઉબડ- ખાબડ મગરની પીઠ સમાન હાઇવે હોય બાઈક ના પછડાય તે માટે વળાંક લેતા સામે પાટણ તરફથી આવી રહેલ સેન્ટ્રો ગાડી નંબર GJ 18 AH 6076 ની બન્ને સામ સામે ટકરાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

જેમાં બાઈકને ટક્કર વાગતા બાઇક સવાર બંને ખેડૂતો ફંગોળાઈ પછડાતા માથા સહિત શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા સ્થળ ઉપર હાજર લોકો દ્વારા પાટણમાં સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા. ગંભીર હાલત હોય સારવાર દરમિયાન કાંસા ગામના (1)ઠાકોર અમરતજી મસાજી ઉંમર.વર્ષ 65 તેમજ (2) ઠાકોર ઈશ્વરજી તલાજી ઉમર.વર્ષ 55 બન્ને ના મોત થતાં પીએમ અર્થે ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. તેવુ સ્થાનિક સૂત્રોએ જણાવ્યું હતું.મોતથી ગામમાં શોક છવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...