પ્રામાણિકતા:ટુંડિયા 108ની ટીમે દર્દીના ભાઈને મોબાઈલ, ATM અને રૂ. 91000 હજાર પરત કરી માનવતા મહેંકાવી

પાલનપુર13 દિવસ પહેલા
  • કૉપી લિંક

ટુંડિયા 108ની ટીમે દર્દીના ભાઈને મોબાઈલ, ATM અને રૂ. 91000 હજાર પરત કરી માનવતા મહેંકાવી હતી. દાંતના ટુંડિયા 108 ટીમને શુક્રવારે સાંજના સુમારે કોલ મળ્યો કે, ગોરાડ ગામે રોડ અકસ્માત થયો છે ત્યારે 108ની ટીમ પહોંચી ત્યારે મુકેશસિંહ નામનો દર્દી ગંભીર હાલતમાં બેભાન અવસ્થામાં ઘવાયેલ હતા અને તેમની પાસે મોબાઈલ, એટીએમ કાર્ડ તેમજ અંદાજિત રોકડ રકમ હતી.

ત્યારબાદ 108 ના EMT મુકેશભાઈ પરમાર અને પાઇલોટ નાગેન્દ્રસિંહની મદદ લઈને દર્દીને એમ્બ્યુલન્સમાં સારવાર કરતાં માલૂમ પડ્યું હતું કે, દર્દીને જમણા પગમા ફેક્ચર જણાતા ઇન્જેક્શન અને ઓક્સિજન આપીને અંદાજીત 15 મિનિટમાં દાંતા સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા અને તેમની પાસે રહેલ મોબાઈલ ,એટીએમ કાર્ડ અને અંદાજે રૂ.91,000 હજાર તેમના ભાઈને આપીને 108ની ટીમે પ્રમાણિકતાનુ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.લોકોએ તેમની પ્રામાણિકતાને બિરદાવી હતી.

અન્ય સમાચારો પણ છે...