ટ્રક પલટી:શિહોરી-થરા હાઇવે પર ગાયને બચાવવા જતાં ટ્રક પલટી, ડ્રાઇવરનો આબાદ બચાવ

બનાસકાંઠા (પાલનપુર)2 મહિનો પહેલા
  • કૉપી લિંક

કાંકરેજના શિહોરી-થરા વચ્ચે હાઈવે ઉપર એક મૂર્ચ્છિત પડેલી ગાયને બચાવવા જતા ટ્રક ચાલકનું સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં રોડ વચ્ચે પડેલી ગાયને ટ્રકચાલકે બચાવવાના પ્રયત્નો કરતા ટ્રક રોડની સાઇડમાં પલટી મારી ગયું હતું.

ટ્રક ચાલકનો આબાદ બચાવ
બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સીલસીલો યથાવત જોવા મળી રહ્યો છે. જેમાં અકસ્માતોમાં અનેક લોકો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે આજે કાંકરેજના શિહોરી-થરા વચ્ચે નેશનલ હાઇવે ઉપર ટ્રક ચાલક રાજસ્થાનથી જતાં નેશનલ હાઈવે ઉપર એક મૂર્ચ્છિત ગાયને રસ્તા વચ્ચે ટ્રક ચાલક બચાવવા જતાં ટ્રક ચાલકનું સ્ટેયરીંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. જેના કારણે ટ્રક રોડની સાઈડમાં ઉતરી જતા ટ્રક પલટી મારી ગઇ હતી. જોકે, ટ્રક પલટી મારતા જ આજુ-બાજુના લોકો થોડી વારમાં ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ટ્રક ચાલકને બચાવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. જોકે, અકસ્માતમાં ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...