પાલનપુર મહેસાણા છ માર્ગીય હાઈવેની સમારકામ ચાલુ છે જ્યાં કોઈપણ પ્રકારની રેડિયમ પટ્ટી જેવી લાઇટિંગ વાળી વસ્તુ વગર અવારનવાર ડાયવર્ઝન આપવામાં આવતા રાહદરીઓ તેમજ વાહનચાલકો અટવાય છે.જ્યાં પાલનપુર તરફથી અમદાવાદ તરફના માર્ગ પર કાણોદર હાઇવે નજીક ખાડો પડતા દિવસભર હજારો વાહનચાલકો પટકાય છે જેને લઈ વાહનચાલકોમાં રોષ જોવા મળ્યો છે.
કોન્ટ્રાકટરની બેદરકારીના કારણે પાલનપુરથી મહેસાણા તરફનો છ માર્ગીય હાઇવે ઠંડા કાળજે ચાલી રહ્યો છે જે હાઇવે માર્ગ છેલ્લા લોકડાઉનથી ચાલી રહ્યુ છે. સોમવારે ગઠામણ પાટિયા નજીક ગટરની કામગીરી માટે તેની તમામ માટી હાઇવે પર નાખી છે જેના કારણે વાહનચાલકો અટવાય છે જેના કારણે એક ખાતર ભરેલી ટ્રક ચાલક માટીમાં ઘુસી જતા પલટી ગઈ હતી.જોકે સબદનસીબે મોટી જાન હાનિ ટળી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.