ટ્રક પલટી મારી ગઇ:અમીરગઢ નેસનલ હાઇવે નજીક આરાસુરી ગોળાઈમા ગુજરાતમાંથી રાજસ્થાન તરફ જતી ટ્રક પલટી

પાલનપુર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમીરગઢ પોલીસ તેમજ એલ એન્ડ ટી વિભાગ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક નિયંત્રણ કરાવ્યું

અમીરગઢ નેશનલ હાઈવે પર આરાસુરી ગોળાઈમા એક ટ્રક પલટી મારતા અકસ્માત સર્જાઇ હોવાની ઘટના સામે આવી છે. જેમાં ટ્રક પલટી મારતા જ નેશનલ હાઈવે ઉપર ટ્રાફિક જામના દૃશ્યો સામે આવ્યા હતા, બનાવના પગલે અમીરગઢ પોલીસને જાણ થતાં અમીરગઢ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક નિયંત્રણ કરવાના પ્રયાસો હાથ ધર્યા છે.

બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનું સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. જેમાં રવિવારે અમીરગઢ નેસનલ હાઇવે પર આરાસુરી ગોળાઇમાં ગુજરાતમાંથી રાજસ્થાન તરફ જઇ રહેલા એક પારસલ ભરેલા ટ્રક અચાનક પલટી મારતા અકસ્માત સર્જાયો હતો. ટ્રક રોડ વચ્ચે પલટી ખાઈ જતા નેશનલ હાઈવે પર ટ્રાફિકજામનાં દૃશ્યો સામે આવ્યા હતા.

હાઈવે ઉપર ટ્રાફિક જામ થતાજ એલ એન્ડ ટી વિભાગમાં હાઈવે ઉપર લગાવેલા સીસીટીવી કેમેરામાં ટ્રાફિક દેખાતા એલ એન્ડ ટી વિભાગના કંટ્રોલ ઇન્ચાર્જ યોગેશભાઈ મજેઠીયા તથા તેમના સ્ટાફ પેટ્રોલિંગ એમ્બ્યુલન્સ તથા ક્રેન સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

બનાવના પગલે અમીરગઢ પોલીસ પણ ઘટનાસ્થળે દોડી પહોંચી એલ એન્ડ ટી તેમજ પોલીસ દ્વારા ભારે જહેમત બાદ ટ્રાફિક નિયંત્રણ કરવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જોકે, નેશનલ હાઈવે હોવાના કારણે એકથી દોઢ કિલોમીટર સુધી ટ્રાફિક જામ થયો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ તેમજ વિભાગના અથાગ પ્રયત્નો બાદ ટ્રાફિક પર નિયંત્રણ કર્યું હતું જોકે આ બનાવમાં મોટી જાનહાની થતા ટળી હતી.

અન્ય સમાચારો પણ છે...