આગ લાગતા અફડાતફડી:પાલનપુરના કાણોદર શેરપુરા નજીક નેશનલ હાઇવે પર ટ્રકમાં આગ લાગી, અમીરરોડ પર ડીપીમાં અચાનક આગ ભભૂકી

બનાસકાંઠા (પાલનપુર)12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફાયર વિભાગના કર્મચારીઓએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો

પાલનપુર પંથકમાં આગ લાગવાના બે બનાવો સામે આવ્યાં છે. જેમાં કાણોદર પાસે એક ટ્રકમાં અચાનક આગ લાગી હતી. તેમજ પાલનપુર શહેરના અમીરરોડ પર વીજ ડીપીમાં આગ લાગતા અફરાતફરી મચી હતી. આ બનાવની જાણ ફાયર વિભાગના કર્મચારીઓને થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાના પ્રયત્નો હાથ ધર્યા હતા.
ડીપીમાં આગ લાગતા વિસ્તારમાં વીજળી ડૂલ
બનાસકાંઠા જિલ્લામાં ફરી એક વાર આગના બનાવ સામે આવ્યાં છે. જેમાં પાલનપુર-અમદાવાદ હાઇવે પર ટ્રકમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. જેને લઈ અફરાતફરી મચી ગઇ હતી. જોકે, આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું હતું. સ્થાનિક લોકો દોડી આવી આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. જ્યારે પાલનપુર શહેરના અમીરરોડ પર વીજ ડીપીમાં આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. શહેરના ભરચક રોડ પર વીજ ડીપીમાં આગ લાગતા ભયનો માહોલ સર્જાયો હતો. તેમજ વિસ્તારની વીજળી ડૂલ થઈ ગઈ હતી, જોકે, બનાવની જાણ વિજવિભાગના કર્મચારીઓને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી તેમજ ફાયર ફાઈટરની મદદથી આગ પર કાબૂ મેળવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...