ઇનોવેશન ક્લબ અંતર્ગત પ્રબોધ લેવલની તાલીમ સરકારી વિનયન કોલેજ અમીરગઢમાં યોજાઇ હતી. કોલેજના વિદ્યાર્થીઓએ ઇનોવેશન ક્લબની DYS KIT અંગેની જાણકારી અને ઇનોવેશનના ટ્રેનર દ્વારા વિવિધ કિટોની ઉપયોગિતા તેમજ માહિતી આપી હતી. વિદ્યાર્થીઓ અને કોલેજ સ્ટાફ પરિવારના સર્વે સભ્યોએ ભાગ લીધો હતો.
ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરી, શિક્ષણ વિભાગ, ગૂજરાત રાજ્ય દ્વારા ઇનોવેશન ક્લબ અંતર્ગત પ્રબોધ લેવલની ચાર દિવસની ટ્રેનિંગનું આયોજન સરકારી વિનયન કોલેજ અમીરગઢ ખાતે યોજાઇ હતી. જેમાં કાર્યક્રમની શરૂઆત ઇનોવેશન ક્લબના કોઓર્ડીનેટર ડો નીતિન જાદવએ ઇનોવેશન તાલીમના ટ્રેનર લવભાઈ રાવલનું પુષ્યગુચ્છ દ્વારા ડો. મંજુલાબેન પરમારએ કર્યું હતું. આ પ્રસંગે અનુરૂપ ઇનોવેશન અંતર્ગત કોલેજના આચાર્ય એન. કે. સોનારા સાહેબએ વિદ્યાર્થીઓને ઇનોવેશન રિસર્ચ અને કંઈક નવું શીખવા માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા ત્યારબાદ કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ત્યાર બાદ કોલેજના વિદ્યાર્થીઓએ ઇનોવેશન ક્લબની DYS KIT અંગેની જાણકારી અને ઇનોવેશનના ટ્રેનર દ્વારા વિવિધ કિટોની ઉપયોગિતા તેમજ માહિતી આપી હતી આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજના આચાર્ય ડૉ. એન કે સોનાર ના માર્ગદર્શન હેઠન ડૉ એન કે જાદવએ કાર્યક્ર્મ નું સંચાલન કર્યું હતું વિદ્યાર્થીઓ અને કોલેજ સ્ટાફ પરિવારના સર્વે સભ્યોએ સાથે મળીને ઉત્સાહપૂર્વક ભાગ લીધો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.