ટ્રાફિકજામ:પાલનપુરના સંજય ચોક પર ટ્રાફિકજામ, વાહનોની લાંબી કતારો લાગી

બનાસકાંઠા (પાલનપુર)19 દિવસ પહેલા
  • દિલ્હી ગેટ, ગઠામણ રોડ અને અમીર રોડના અનેક વાહનચાલકો ફસાયા

પાલનપુર સંજય ચોક પર આજે બપોરના સમયે ટ્રાફિક જામ થતા અનેક વાહનચાલકો અટવાયા હતા. પાલનપુર શહેરના મુખ્ય રોડ પર અચાનક ટ્રાફિકજામ થતા વાહનોની લાંબી કતારો લાગી હતી. જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જોકે, અડધા કલાક બાદ ટ્રાફિક પોલીસે ભારે જહેમત બાદ ટ્રાફિરને નિયંત્રણમાં લીધો હતો.

વાહનોની લાંબી કતારો લાગી
બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં આજે સંજય ચોક વિસ્તારમાં બપોર બાદ ટ્રાફિક જામની સમસ્યા સર્જાઇ હતી. અચાનક સંજય ચોક પર ટ્રાફિક થતા દિલ્હી ગેટ રોડ, ગઠામણ ગેટ રોડ, અમીર રોડ પર અનેક વાહનો ફસાયા હતા. ટ્રાફિક જામના કારણે વાહનોની લાંબી કતારો લાગી હતી. અનેક વાહનચાલકો અડધો કલાક સુધી ટ્રાફિક જામમાં ફસાયા હતા. પાલનપુર મુખ્ય માર્ગ હોવાના કારણે વાહનોની લાંબી કતારો લાગી હતી પોલીસની ભારે જહેમત બાદ ટ્રાફિકને હળવો કર્યો હતો.

<

અન્ય સમાચારો પણ છે...