પાકોને વ્યાપક નૂકસાનની ભિતીથી ખેડૂતો ચિંતિત:32 કિમીની ઝડપે વાવઝોડું,ભાભર,બહુચરાજી,પ્રાંતિજમાં કરા

પાલનપુર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાભર, દિયોદર ડીસામાં કરા પડ્યા, અન્ય વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટાં, જીરું, ઇસબગુલ,ઘઉં, રાયડો સહિતના ખેતીના પાકોને વ્યાપક નૂકસાનની ભિતીથી ખેડૂતો ચિંતિત
  • વેસ્ટર્ન ડિર્સ્ટબન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમના કારણે વાવાઝોડું ફૂંકાયું, હિંમતનગરમાં વીજથાંભલો પડતાં યુવતીનું મોત

ઉત્તર ગુજરાતમાં બપોર સુધી વાતાવરણ સામાન્ય રહ્યા બાદ સાંજે 4 વાગ્યા બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. પ્રતિ કલાકે 32 કિમી પવનની ઝડપ સાથે ધસી આવેલા વાવાઝોડાના કારણે હોળીની ખરીદીમાં લાગેલા બજારમાં અફાતફડી સર્જાઇ હતી. હિંમનગર અને બહુચરાજીમાં 5મીમી વરસાદ પડ્યો હતો.

સાંજે 4 વાગ્યા બાદ વેસ્ટર્ન ડિર્સ્ટબન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમના કારણે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. બનાસકાંઠા જીલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. જ્યાં સોમવારે બપોર પછી બદલાયેલા વાતાવરણ પછી ભાભર, ડીસા, દિયોદર સહિતના પંથકમાં કરા સાથે જ્યારે અન્ય વિસ્તારોમાં તેજ પવન સાથે હળવાથી ભારે કમોસમી વરસાદના ઝાપટાં પડ્યા હતા. હિંમતનગરમાં વીજ થાંભલો પડતાં યુવતીનું મોત નીપજ્યું હતુ.

શિયાળાની કડકડતી ઠંડીમાં શિયાળુ પિયત કરી માંડ માંડ તૈયાર કરેલા જીરું, ઇસબગુલ,ઘઉં, રાયડો વિગેરે પાકો માં કમોસમી વરસાદથી નુકશાન થયું છે.જેને લઈ ખેડૂતોનો મોઢે આવેલો કોળિયો છીનવાઈ જતાં કુદરતની કારમી થપાટ સામે ખેડૂતોએ લાચાર જોવા મળી રહ્યા છે.

વરસાદી વિસ્તારોમાં પાક નુકસાનની પ્રબળ શક્યતા
કૃષિ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર ખેતરમાં પડી રહેલો કાપણી કરેલો પાક ઉડી જતાં ખેડૂતોને આર્થિક નુકસાન થયું છે. જો કે, જે વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો હતો ત્યાં પાક જમીન દોસ્ત થયો હતો. જો કે, તેના કારણે નુકસાન થવાની શક્યતા ના બરાબર છે.

આગાહી | આગામી 8 માર્ચ સુધી માવઠાંની શક્યતા
હવામાન વિભાગની આગાહી મુબજ, 8 માર્ચ સુધી ઉત્તર ગુજરાત વાદળછાયું રહેશે. આ દરમિયાન છૂટાછવાયા વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે માવઠું થવાની શક્યતા છે. ત્યાર બાદ 9 થી 12 માર્ચ સુધી આંશિક વાદળછાયા વાતાવરણ વચ્ચે મોટાભાગે વાતાવરણ સામાન્ય રહી શકે છે. આ દરમિયાન માવઠાંની શક્યતા ના બરાબર રહી શકે છે. જો કે, 13 થી 16 માર્ચ દરમિયાન ઉત્તર ગુજરાતમાં ફરી એકવાર વાતાવરણમાં પલટો આવતાં ફરી એકવાર માવઠાંની પ્રબળ શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...