કાર્યવાહી:ધોતા ગામે રસ્તા પર કાંટા નાખી ખોટા કેસમાં ફસાવવાની ધમકી

પાલનપુર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વડગામ પોલીસ મથકે દંપતી સામે ગુનો નોંધાયો

વડગામના ધોતા ગામે એક ખેતરમાં જવાના રસ્તામાં કાંટા નાખી આડાઈ કરતા ખેતર માલિક કહેવા જતા ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપતા ખેતર માલિકે વડગામ પોલીસ મથકે પતિ પત્ની સામે ગુનો નોંધાવ્યો હતો.

વડગામ તાલુકાના ધોતા વિજયનગર ખાતે રહેતા ફલજીભાઈ નર્સનગભાઇ પટેલના ખતરે જવાનો રસ્તાનો ગેટ આગળ ગામના જ ગણેશજી સેંધાજી ઠાકરડા અને તેમની પત્ની લખીબેન ગણેશજી ઠાકરડાએ ઢોર બાંધવાનો વાડો બનાવેલ હોય અને ફલજીભાઈ પટેલના ખતરમાં જવાના રસ્તામાં કાંટા નાખી આડાઈ કરતા ફલજીભાઈ પટેલ કહેવા જતા ગણેશજી ઠાકરડા અને તેમની પત્ની લખીબેન ઠાકરડા અપશબ્દો બોલવા લાગ્યાં હતાં.

જેથી ફલજીભાઈએ અપશબ્દો બોલવાનું ના કહેતા પતિ પત્નીએ જાનથી મારી નાખવાની ધમકી તેમજ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા ફલજીભાઈ નરસંગભાઈ પટેલે વડગામ પોલીસ મથકે પતિપત્ની સામે ગુનો નોંધાવ્યો હતો.આથી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...