અકસ્માત:મલાણા નજીક બાઈક ઉપર ત્રણ સવારી યુવકોને ટ્રકની ટક્કર વાગતાં એકનું મોત

પાલનપુર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડીસાના ત્રણ યુવકો શિવધારા રિસોર્ટ જતાં હતા ત્યારે અકસ્માત
  • બે જણાને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે ખસેડાયા

ડીસાના ભોપાનગર વિસ્તારના ત્રણ યુવકો બાઈક ઉપર પાલનપુર તાલુકાના મલાણા નજીક રિસોર્ટે ગયા હતા. દરમ્યાન ટ્રક ચાલકે ટક્કર મારતા એક યુવકનું મોત નિપજ્યું હતુ. જ્યારે બેને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે ખસેડાયા હતા.

ડીસાના ભોપાનગર ત્રિકમવાડી વિસ્તારમાં રહેતા મહેશભાઈ આલાભાઇ પરમાર, પંકજભાઈ વેરશીભાઈ મોચી અને નહેરુનગર ટેકરા વિસ્તારના અમિતભાઈ હીરાભાઈ બારોટ બાઈક નંબર જીજે.08 સી.જે. 9051 ઉપર પાલનપુર તાલુકાના મલાણા નજીક આવેલ રિસોર્ટે જવા નીકળ્યા હતા. જ્યાં મલાણા ચાર રસ્તા થી રિસોર્ટ જતા માર્ગ ઉપર ટ્રક ચાલકે બાઈકને ટક્કર મારી હતી.

અકસ્માતમાં મહેશભાઈને ગંભીર ઇજાઓ થતા ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે પંકજભાઈ અને અમિતભાઈ ને ગંભીર ઇજાઓ થતા 108 દ્વારા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે સાગરભાઇ આલાભાઇ પરમારે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...