મોટી દુર્ઘટના ટળી:અમીરગઢ-પાલનપુર નેશનલ હાઈવે પર ત્રણ અલગ અલગ અકસ્માત, એક બનાવમાં ટ્રક 30 ફૂટ ઊંડા ખાડામાં ખાબકી

બનાસકાંઠા (પાલનપુર)4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અકસ્માતના પગલે પોલીસે ઘટના સ્થળ પર દોડી પહોંચી ટ્રાફિક નિયંત્રણ કરાવ્યું

અમીરગઢ પાલનપુર નેશનલ હાઈવે ઉપર ત્રણ અલગ અલગ જગ્યાએ અકસ્માત સર્જાયા હોવાની ઘટના સામે આવી છે. જેમાં કાળી માટીના પાટીયા નજીક એક ટ્રક ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક રોડની સાઈડમાં ખાબકી હતી. બીજી તરફ એક જીપ અને સિફ્ટ ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ત્રીજો અકસ્માતમાં ચેખલાના પાટીયા નજીક ટ્રક રોડની સાઈડમાં 30 ફૂટ નીચે ખાબકી હતી.

ત્રણ અલગ અલગ અકસ્માત
બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સીલસીલો યથાવત જોવા મળી રહ્યો છે. અકસ્માતોના કારણે અનેક લોકો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે અમીરગઢ પાલનપુર નેશનલ હાઈવે ઉપર ત્રણ અલગ અલગ જગ્યાએ અકસ્માત સર્જાયા હતા. જેમાં પહેલો અકસ્માત કાળી માટીના પાટીયા નજીક પાલનપુર તરફથી આવી રહેલા ટ્રક ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક રોડની સાઈડમાં ખાબકતા ટ્રક પલટી ખાઈ ગઇ હતી.

ટ્રક ખાડામાં ખાબકી
બીજો અકસ્માત રાજસ્થાન તરફથી આવી રહેલ સિફ્ટ ગાડી અને જીપ ગાડી વચ્ચે ઇકબાલગઢ નજીક અકસ્માત સર્જાયો હતો. ત્રીજો અકસ્માત રાજસ્થાન તરફથી આવી રહેલા ટ્રક ચાલકે ચેખલાના પાટીયા નજીક સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક રોડથી 30 ફૂટ નીચે પલટી ખાઈ ખાડામાં ખાબકી હતી. ત્રણ અકસ્માતોમાં લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. બનાવના પગલે અમીરગઢ પોલીસે ઘટના સ્થળ પર દોડી પહોંચી ટ્રાફિક નિયંત્રણ કરાવ્યું હતું અને આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...