બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા અઠવાડિયા દરમિયાન કોરોનાએ રિએન્ટ્રી કરી છે. આજે જિલ્લામાં નવા ત્રણ કેસ નોંધાતા એક્ટિવ કેસનો આંક પાંચ પર પહોંચ્યો છે.
ત્રણ તાલુકામાં એક-એક કેસ નોંધાયો
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર, ડીસા અને લાખણી તાલુકામાં આજે નવો એક-એક પોઝિટિવ કેસ નોંધાયો હતો. જિલ્લામાં હવે એક્ટિવ કેસની કુલ સંખ્યા 5 પર પહોંચી ચૂકી છે.
આજે કુલ 1520 ટેસ્ટ કરવામાં આવ્યા
બનાસકાંઠા જિલ્લામાં આજે RTPCRના 1150 અને એન્ટિજનના 379 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી કુલ 3 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જિલ્લામાં લાંબા સમય બાદ કોરોનાના કેસ વધવા લાગતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.