કરૂણાંતિકા:ડીસા -માઉન્ટઆબુ બસ નીચે બાઈક ઘૂસતાં ત્રણનાં મોત

પાલનપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આબુરોડ પર વળાંક નજીક રાજસ્થાનના ત્રણ યુવકોને અકસ્માત,2 કિ.મી. સુધી ટ્રાફિકજામ

આબુરોડ નજીક ગુજરાત એસટીની ડીસા માઉન્ટ આબુ બસ અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો. બાઇકની સ્પીડ એટલી ઝડપી હતી કે બસના આગળના ભાગમાં નીચે ઘૂસી ગઇ હતી અને બાઇક પર બેઠેલા 3 યુવકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. માઉન્ટ આબુ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. માઉન્ટ આબુના પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે માઉન્ટ આબુથી 3 યુવકો બાઇક પર આબુ રોડ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન અરણ હનુમાનજી મંદિર પાસે સામેથી આવતી ગુજરાત રોડવેઝની બસ સાથે ટક્કર થઈ હતી.

અકસ્માતમાં બાઇક પર સવાર ત્રણેય યુવકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. અકસ્માત બાદ રોડ બ્લોક થઈ ગયો હતો જેના કારણે રોડની બંને બાજુ 2 કિલોમીટર લાંબી લાઈનો લાગી ગઈ હતી. પોલીસે ક્ષતિગ્રસ્ત વાહનોને હટાવીને ટ્રાફિકને સુચારૂ બનાવ્યો છે.તેમજ વાહન જપ્ત કરીને માઉન્ટ આબુ પોલીસ સ્ટેશનમાં પાર્ક કરાવ્યા હતા. અકસ્માત સમયે બસમાં 35 થી 40 જેટલા મુસાફરો બેઠા હતા. ત્રણેયના મૃતદેહને શબઘરમાં રાખ્યા હતા.

કમનસીબ મૃતક
પ્રકાશ મોહનલાલ ભીલ (19)
મનીષકુમાર દેવરામ (24)
કેસારામ નોનારામ (16) તમામ રહે.ડેલદાર (આબુરોડ)

અન્ય સમાચારો પણ છે...