બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહીના પગલે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. જિલ્લામાં હવામાન વિભાગે 28 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. જે મુજબ બે દિવસથી જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. જેમાં થરાદમાં 75 મિમિ, ધાનેરામાં 41 મિમિ, થરાદ અને લાખણીમાં 37 મિમિ જેટલો વરસાદ ખાબક્યો હતો.
નદીમાં નવા નિરની આવક થતા ખેડૂતોમાં ખુશી
બનાસકાંઠા જિલ્લા સહિત ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે જિલ્લામાં ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જોકે, જિલ્લામાં અત્યાર સુધી એવરેજ 55.67 ટકા વરસાદ નોંધાયો છે. બનાસકાંઠાના જિલ્લાની જીવા દોરી સામાન ગણાતા દાંતીવાડા ડેમમાં અને બનાસ નદીમાં પાણીની આવક શરૂ થઇ ગઈ છે. જેને લઈ ખેડૂતોમાં ખુશી જોવામાં મળી છે.
ક્યા તાલુકામાં કેટલો વરસાદ વરસ્યો?
જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જેમાં અમીરગઢમાં 10 મિમિ, કાંકરેજમાં 10 મિમિ, ડીસામાં 36 મિમિ, થરાદમાં 37 મિમિ, દાંતામાં 75 મિમિ, દાંતીવાડામાં 32 મિમિ, દિયોદરમાં 11 મિમિ, ધાનેરામાં 41 મિમિ, પાલનપુરમાં 25 મિમિ, ભાભરમાં 07 મિમિ, લાખણીમાં 37 મિમિ, વડગામમાં 35 મિમિ, વાવમાં 33 મિમિ અને સુઈગામમાં 07 મિમિ વરસાદ નોંધાયો છે.
જિલ્લામાં એવરેજ 55.67 ટકા વરસાદ
બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકામાં એવરેજ વરસાદ જોઈએ તો અમીરગઢમાં 44.91 ટકા, કાંકરેજમાં 47.38 ટકા, ડીસામાં 48.79 ટકા, થરાદમાં 75.74 ટકા, દાંતામાં 62.60 ટકા, દાંતીવાડામાં 44.62 ટકા, દિયોદરમાં 63.52 ટકા, ધાનેરામાં 29.33 ટકા, પાલનપુરમાં 49.04 ટકા, ભાભરમાં 69.88 ટકા, લાખણીમાં 43.46 ટકા, વડગામમાં 60.48 ટકા, વાવમાં 67.84 ટકા અને સુઇગામમાં 86.80 ટકા વરસાદ નોંધાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.