વરસાદની ધમાકેદાર એન્ટ્રી:ભાભરમાં બપોર બાદ ધોધમાર પોણા ચાર ઈંચ વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

બનાસકાંઠા (પાલનપુર)3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સારો વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી જોવા મળી ગરમીથી લોકોને આંશિક રાહત મેળવી

બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકમાં ભાભરમાં બપોર બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી કરી છે. સવારથી જ અસહ્ય ઉકળાટ બાદ વરસાદ પડતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી હતી, જોકે ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તાર તેમજ રોડ ઉપર પાણી ભરાયા હતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી
બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી આપવામાં આવેલી છે. જિલ્લામાં ઠેર ઠેર જગ્યાએ વરસાદી ઝાપટા પડી રહ્યા છે, જેમાં આજે બપોર બાદ જિલ્લાના સરહદી પંથક ભાભરમાં ભારે ગરમી અને ઉકળાટ બાદ વરસાદ પડતાં સમગ્ર પંથકમા ઠંડક પ્રસરી હતી. લોકોએ ગરમીથી આંશિક રાહત પહોંચી હતી.

ભારે વરસાદ પડવાના કારણે મોટાભાગના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા અને રોડ ઉપર નદી વહેતી હોય તેવા દૃશ્યો સામે આવ્યા હતા જેને લઈ રાહદારીઓ તેમજ વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓ વેઠવી પડી હતી. ભાભરમાં બપોર બાદ પડેલા વરસાદના આંકડા જોઈએ તો ભાભરમા 78 MM વરસાદ નોંધાયો છે જોકે ભાભર પંથકમાં સારો વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

પાલનપુરમાં રાત્રે દીવાલ ધરાશાયી
પાલનપુર માનસરોવર તરફ જવાના માર્ગ પર સોમવારે રાત્રેભારે વરસાદમાં દીવાલ ધરાશાયી થઈ હતી જોકે કોઈ વાહન પસાર ન થતા જાનહાની ટળી હતી.બપોરે કાટમાળને હટાવી લેવાયો હતો.

આજે બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદ ખાબકી શકે છે
હવામાન વિભાગની આગાહી મુજબ, બુધવારે બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદની શક્યતા વચ્ચે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકી શકે છે. જ્યારે મહેસાણા, પાટણ અને અરવલ્લી જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. માનસરોવર તરફ જવાના માર્ગ પર સોમવારે રાત્રેભારે વરસાદમાં દીવાલ ધરાશાયી થઈ હતી જોકે કોઈ વાહન પસાર ન થતા જાનહાની ટળી હતી.બપોરે કાટમાળને હટાવી લેવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...