પાંચ સામે ગુનો:રાણાવાસમાં કેસ પાછા ખેંચી લેવા ધમકી આપતાં યુવતીએ ફીનાઈલ ગટગટાવયું

પાલનપુર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • યુવતીએ ત્રણ મહિલા સહિત પાંચ સામે ગુનો નોંધાવ્યો

અમીરગઢના રાણાવાસમાં તે કરેલા કેસો પાછા ખેંચી લેજે નહીંતર તને જાનથી મારી નાખીશું તેવી ધમકી આપતા યુવતીએ ફીનાઈલ પી લીધું હતું ત્યારબાદ સારવાર અર્થે પાલનપુર સીવીલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી ત્યારબાદ યુવતીએ ત્રણ મહિલા સહિત બે શખ્સ સામે અમીરગઢ પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.

અમીરગઢ તાલુકાના રણાવાસ ગામની વૈશાલીબેન પરમાર શનિવારે સવારે છ વાગ્યાના સુમારે દાદી ખેમીબેન સાથે ઢોર દોહવા ગયેલા દરમિયાન તેમની પાસે દરગાભાઈ પરમારનો વાડો આવેલ છે તે વાડામાં નર્મદાબેન પરમાર તેમની બંને દીકરીઓ દિવ્યા અને રીન્કુ ઢોર દોહવા આવેલ જેઓ અગાઉ વૈશાલીબેનએ આપેલી ફરિયાદની અદાવત રાખી અપશબ્દો બોલવા લાગેલ જેથી દાદીએ અપશબ્દો બોલવાની ના કહેતાં ત્રણેય જણ એકદમ ઉશ્કેરાઇ જઈ નર્મદાબેનએ દાદીને ગાલ ઉપર થપ્પડ મારી દીધેલ,

જેથી વૈશાલીબેનએ હાથ જોડી સમજાવી ઘરે મોકલેલ ત્યારબાદ ચા-પાણી કરી પોલીસ સ્ટેશન અરજી આપી પરત ઘરે આવતા દરગાભાઈ પરમાર તેમનો દીકરો હિતેશભાઈ પરમાર તેઓને કહેલ કે તમે અમારે વિરોધમાં જે કંઈ પણ કેશ કરેલા છે તે પાછા ખેંચી લેજો નહિતર જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી જતા રહેલા જેથી આ બનાવથી વૈશાલીબેનને લાગી આવતા ઘરમાં પડેલ ફીનાઈલના બે ઘૂંટ મારી દીધેલ જેથી દાદી જોઈ જતા તે બોટલ પડાવી લીધી હતી. ત્યારબાદ વૈશાલીબેનને ચક્કર આવી જતા ઉલટી થવા લાગેલ જેથી વૈશાલીબેનને 108માં પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા.ત્યારબાદ વૈશાલીબેન ગોવિંદભાઈ પરમારે અમીરગઢ પોલીસ મથકે રણાવાસ ગામના નર્મદાબેન દરગાભાઈ બઢીયા, રીંકુબેન દરગાભાઈ બઢિયા, દિવ્યાબેન દરગાભાઈ બઢીયા, દરગાભાઈ માનાભાઈ પરમાર અને હિતેશભાઈ દરગાભાઈ બઢિયા સામે ગુનો નોંધાયો હતો પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...