તસ્કરી:ભીલડી માર્કેટયાર્ડની પાંચ દુકાનોને ચોરોએ નિશાન બનાવી,બેમાંથી 4 હજારની ચોરી

ભીલડી24 દિવસ પહેલા
  • કૉપી લિંક

ડીસા તાલુકાના ભીલડી માર્કેટ્યાર્ડમાં આવેલ પેઢીઓમાં એકી સાથે તસ્કરોએ રવિવારે રાત્રે પાંચ દુકાનોને નિશાન બનાવતા વેપારીઓમાં ફડફડાટ ફેલાયો હતો. તસ્કરો 4 હજારની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. પોલીસે સી.સી.ટી.વી. ફુટેજ તપાસ કરતા 4 શખ્સો કેદ થયા હતા. ભીલડી મોરારજી માર્કેટયાર્ડમાં આવેલ પાંચ પેઢીઓમાં અને દુકાનોને રવિવારે તસ્કરોએ નિશાન બનાવી તસ્કરો દ્રારા ચોરીના પ્રયાસો કરાયો હતો. પરંતુ લાંબુ કઇ હાથમાં ન આવતા વિલાં મોઢે પાછા ફર્યા હતા. જેમા ભીલડીમાં હીગળાજ ટ્રેડીંગ પ્લોટ નં-58 ની દુકાનમાં તાળું તોડવાનો પ્રયાસ કર્યો હતો.

જેમાં નિષ્ફળતા મળી હતી. જ્યારે ક્ષેમકંરી ટ્રેડીંગ કંપની પ્લોટ નં-60 ની દુકાનનો નકુચો તોડી અંદર પડેલ તિજોરી તોડી હતી. જેમાં કઇ ન હોવાથી તસ્કરોને નિરાશા મળી હતી. જ્યારે સેમોજકૃયા ટ્રેડીંગ કંપની પ્લોટ નં-65 ની દુકાનમાંથી તિજોરી તોડી રૂ.3000 ની પરચુરણ લઇને ચોરોએ સંતોષ માણ્યો હતો. જેમાં તેની બાજુમા આવેલ મોદી ટ્રેડર્સ પ્લોટ નં-69 ની દુકાનનો નકુચો તોડી રૂ.1000ની પરચુરણ લઇ ગયા હતા.

જ્યારે ભવન ટ્રેડર્સ પ્લોટ નં-68 ની દુકાનની પેઢીમાં ચોરીનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો. માર્કેટયાર્ડમાં એક જ રાતમાં 5 દુકાનોને તસ્કરો દ્વારા નિશાન બનાવતા ભીલડી પોલીસ મથકે માર્કેટના વહેપારી લાલાભાઇ લખીરામભાઇ જોષીએ જાણવા જોગ અરજી આપી હતી.પોલીસે તપાસનો ધમધમાટ શરુ કરી સી.સી.ટી.વી. ફુટેજ તપાસ કરતા 4 શખ્સો સી.સી.ટી.વી. ફુટેજમા કેદ થયા હતા. જેમા અગાઉ ધોળા દિવસે માર્કેટયાર્ડમાંથી વહેપારીનું બાઇક ઉઠાતરી થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...