સારવાર:ભાદરવીના મેળામાં શ્રધ્ધાળુઓમાં પેટનો દુખાવો - ચક્કર આવવાના કેસ વધુ આવ્યા

પાલનપુર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 11 એમ્બ્યુલન્સ 5 થી 10મી સપ્ટેમ્બર માટે કાર્યરત કરાઈ

અંબાજી ભાદરવી પૂનમના મેળામાં પગપાળા આવતા ભાવિક ભક્તોને રસ્તામાં સ્વાસ્થ્યને લગતી ત્વરિત સારવાર મળી રહે તે માટે 108 દ્વારા સુચારૂ આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં આ વર્ષે શ્રદ્ધાળુઓમાં પેટનો દુખાવો, ચક્કર આવવાના કેસ વધુ જોવા મળ્યા હતા..108 દ્વારા કુલ 497 દર્દીઓને રોડ અકસ્માત, ફોલ્ડ ડાઉન, શ્વાસ અને ઝેરી જીવજંતુ કરડવાના કેસોમાં સારવાર આપવામાં આવી હતી.

બનાસકાંઠા અને પાટણ જિલ્લાનાના પ્રોગ્રામ મેનેજર કમલેશ પઢીયારે જણાવ્યું હતું કે, યાત્રાધામ અંબાજીમાં માઁ અંબાના દર્શનાર્થે આવતા માઈ ભક્તોના આરોગ્યને ધ્યાનમાં રાખીને આ વખતે GVK EMRI 108 દ્વારા અંબાજી અને તેની આજુબાજુમાં વિવિધ જગ્યાએ 11 એમ્બ્યુલન્સ 5 થી 10મી સપ્ટેમ્બર માટે કાર્યરત કરવામાં આવી હતી. આ 6 દિવસમાં 108 એમ્બ્યુલન્સ સેવા દ્વારા 497 લોકોને તાત્કાલિક ઈમરજન્સી સેવા પૂરી પાડવામાં આવી હતી.

તેમાં મોટે ભાગે પેટનો દુખાવો, રોડ અકસ્માત, ફોલડાઉન, ચકકર આવવાના, શ્વાસની તકલીફના તેમજ ઝેરી જીવજંતુના કરડવાના કેસ વધારે પ્રમાણમાં હતા. 11 108 એમ્બ્યુલન્સ અને 51 જેટલા તાલીમબદ્ધ ઇમરજન્સી મેડિકલ ટેક્નિશિયન અને પાઈલટને ફરજ સોંપવામાં આવી હતી.

તથા કોઈ સ્ટાફને તકલીફ ના પડે તે માટે સુપરવાઈઝર નીતિન પટેલ અંબાજી ખાતે 24/7 હાજર રહ્યા હતા. મેળા દરમિયાન કોઈ એમ્બ્યુલન્સ બ્રેક ડાઉન થાય તો તેને તરત જ રીપેર કરી કાર્યરત કરવા માટે ફ્લીટ પાઇલોટ કિરણ પરમાર પણ ત્યાં હાજર રહ્યા હતા. મેળો સુખરૂપ પૂર્ણ થતા 108 ના અધિકારીઓ દ્વારા તથા એમ્બ્યુલન્સ સ્ટાફ દ્વારા અંબા ના શિખરે ધજા ચઢાવાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...