પરીક્ષા:ગ્રામ સેવકની પરીક્ષામાં અભ્યાક્રમનું તો કંઈ પૂછાયું જ નહીં: પરીક્ષાર્થીઓ

પાલનપુર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રવિવારે ગ્રામ સેવક અને મુખ્ય સેવિકાની પરીક્ષા લેવાઈ હતી
  • મુખ્ય સેવિકાની પરીક્ષાનું પ્રશ્નપત્ર સરળ રહેતા પરીક્ષાર્થીઓમાં આનંદ

ગુજરાત સરકાર દ્વારા રવિવારે ગ્રામ સેવક અને મુખ્ય સેવિકાની પરીક્ષા લેવાઈ હતી. જોકે, ગ્રામ સેવકની પરીક્ષામાં વિષય બહારના પ્રશ્નો પૂછાતા પરીક્ષાર્થીઓએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. દરમિયાન મુખ્ય સેવિકાની પરીક્ષાનું પ્રશ્નપત્ર સરળ રહ્યું હતું. બનાસકાંઠા જિલ્લામાં આ બંને પરીક્ષાઓ માટે એક પણ કેન્દ્ર ફાળવવામાં આવ્યું ન હતું.

ગુજરાત સરકાર દ્વારા રવિવારે ગ્રામ સેવક અને મુખ્ય સેવિકાની પરીક્ષા લેવાઈ હતી. આ બંને પરીક્ષા માટે બનાસકાંઠા જિલ્લામાં કેન્દ્ર ફાળવવામાં આવ્યા ન હોય બનાસકાંઠા જિલ્લાના ઉમેદવારોએ નજીકના પાટણ સહિતના કેન્દ્રોમાં પરીક્ષા આપી હતી. જેમાં ગ્રામસેવકની પરીક્ષામાં વિષય બહારના પ્રશ્નો પૂછાતા પરીક્ષાર્થીઓએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ અંગે કવિતાબેન જાનીએ જણાવ્યું હતું કે, અમે બીઆરએસનો કોર્સ કર્યો છે. ગ્રામ સેવકની પરીક્ષા માં મોટાભાગે ગ્રામીણ વિસ્તારોને લગતા પ્રશ્નો પૂછાવા જોઈતા હતા.

જોકે, મોટા ભાગના પ્રશ્નો વિષય બહારના જ પુછાયા છે. નીલમબેન પટેલે જણાવ્યું કે, પશુપાલન, બાગાયત સહિતના પ્રશ્નોને બદલેે સાયન્સ એગ્રી કલ્ચરના પ્રશ્નો વધુ પુછાયા હતા. આ કોર્સમાં ડિપ્લોમાનો સમાવેશ કરવામાં આવતા આ સ્થિતિ સર્જાઈ છે. અગાઉ પણ અમોએ તેનો વિરોધ કર્યો હતો. પરંતુુ અમારી રજૂઆત સાંભળવામાં આવી ન હતી. જ્યારે મનિષાબેન ઠાકોરે જણાવ્યું હતું કે, મુખ્ય સેવિકાની પરીક્ષાનું પ્રશ્નપત્ર સરળ રહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...