• Gujarati News
  • Local
  • Gujarat
  • Banaskantha
  • There Is A Possibility Of Increasing Water Revenue In The Banas River Flowing From Amirgarh, 14 Villages Have Been Alerted, Police Arrangements Have Been Made On The Banks Of The River.

તંત્ર એલર્ટ:અમીરગઢ પાસેથી વહેતી બનાસ નદીમાં પાણીની આવક વધવાની શક્યતા, 14 ગામોને એલર્ટ કરાયા, નદીકાંઠે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

બનાસકાંઠા (પાલનપુર)11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉપરવાસમાં ભારે વરસાદથી પાણીની આવક વધવાની શક્યતા, નદીના પટમાં લોકોને ન જવા મામલતદારે સૂચના આપી

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ પાસેથી વહેતી બનાસ નદીમાં પાણીની આવક વધવાની શક્યતાઓને પગલે તંત્ર દ્વારા એલર્ટ આપી દેવામાં આવ્યું છે. તેમજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે બનાસકાંઠાની જીવાદોરી સમાન ગણાતી બનાસ નદીમાં પાણીની આવક વધવાની શક્યાતા છે. જેને પગલે નદીકાંઠા વિસ્તારના 14 ગામોને એલર્ટ કરાયા છે. તેમજ લોકોને નદીના પટમાં ન ઉતરવા સૂચનાઓ આપવામાં આવી છે.

નદીના પટમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો
રાજસ્થાનના ઉદેપુર પાસે આવેલા ઢેબર સરોવરમાંથી નીકળતી અને દાંતીવાડા ડેમમાં ભળતી બનાસ નદી બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન ગણવામાં આવે છે. ત્યારે બનાસકાંઠાના ઉપરવાસમા પડેલા ભારે વરસાદને પગલે બનાસનદીમાં પાણીની આવક વધવાની શક્યતાઓ છે. જેથી અમીરગઢ મામલતદાર દ્વારા બનાસ નદી કિનારે વસતા 14 જેટલાં ગામડાઓને એલર્ટ કરી સૂચના આપવામાં આવી છે. તેમજ કોઈ વ્યક્તિ નદીના પટમાં ન ઉતરે એ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવી છે. આદિકાળમાં પર્ણસા નદી તરીકે ઓળખાતી બનાસ નદીમાં ચોમાસા દરમિયાન ઘોડાપૂર આવતું હોય છે. એ માટે સાવચેતીના ભાગ રૂપે અમીરગઢ મામલતદાર દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...